રસોઈ

ભરેલા કારેલા મસાલા સ્વાદિષ્ટ રેસિપી બનાવો ઘરે જ, બધા વખાણી વખાણીને ખાશે

કારેલાનું નામ સાંભળીને જ તે કડવા હોવાના કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલાને સ્વાદિષ્ટ અને એકદમ દમદાર બનાવવામાં આવે તો.!!! એકદમ સ્વાદિષ્ટ અને દમદાર કારેલાનું શાક ભરેલા કારેલાં મસાલા. આ એકદમ સ્વાદિષ્ટ રેસિપી છે જેનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે.

સ્વાસ્થ્ય માટે ભરેલા કારેલા મસાલા ડીપ ફ્રાઈ કારેલા કરતાં વધારે સારા છે કેમકે તેમાં ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ભરેલા કારેલાં મસાલામાં કારેલાની અંદર તીખો મસાલો ભરવામાં આવે છે. આને રોજિંદા આહારમાં સામેલ કરી શકીએ છીએ. આ ભરેલા કારેલાંનું શાક તૈયાર થતાં 40 મિનિટ જેટલો સમય લાગે છે. ચાલો જોઈ લઈએ આ સ્વાદિષ્ટ રેસિપીની સામગ્રી અને રીત.

Image Source

સામગ્રી :-

 • કારેલા (નાના-નાના) – 400 ગ્રામ
 • તેલ – 4 ટેબલ સ્પૂન
 • આમચૂર પાવડર – 1/2 નાની ચમચી
 • લાલ મરચું – 1 નાની ચમચી
 • ગરમ મસાલો – 1 નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

મસાલો વાટીને (પીસીને) બનાવવા માટે

 • ડુંગળી – 1
 • ટામેટું – 1
 • કાચી કેરી (કાપેલી) – ¼ કપ
 • લીલું મરચું – 1
 • લસણ – 4 કળી
 • આદું – 1 ઇંચ જેટલું વાટીને
 • હળદર – 1 નાની ચમચી

સૂકા મસાલા માટે

 • મગફળી – 10
 • ધાણા – 2 ચમચી
 • સૂકા લાલ મરચાં – 2
 • આંબલી – જરૂર મુજબ
 • નારિયેળ ( છીણેલું ) – ½ કપ

નોંધ: આ સામગ્રીમાં તમે જરૂર મુજબના ફેરફારો કરીને તેમાં બીજા મસાલા પણ એડ કરી શકો છો.

ભરેલા કારેલા મસાલા બનાવવાની રીત:-

Image Source
 • ભરેલા કારેલાં બનાવવા માટે સૌથી પહેલા કારેલાને સરખી રીતે ધોઈને તેની છાલ કાઢી લો. હવે તેને વચ્ચેથી કાપીને તેમાંથી બીજ કાઢીને અલગથી રાખી મૂકો. (કારેલાં કાપો ત્યારે ધ્યાન રાખવું કે કારેલા આખા કપાઈ ન જાય તેને એવી રીતે કાપવા જેથી એક તરફથી કપાય અને બીજી સાઈડ એમ જ રહે)
 • આ કારેલાની ચારે બાજુ મીઠું લગાવી દો. ½ નાની ચમચી જેટલા કારેલાના બીજમાં પણ મીઠું ઉમેરીને અડધો કલાક માટે અલગ રાખી મૂકો. આમ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે.
 • હવે આ કારેલામાંથી પાણી નિતારીને એક રૂમાલ દ્વારા તેને સૂકવી લો. ત્યાર બાદ મિકસરમાં વાટવા (પીસવા) માટે આપેલો મસાલો ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો.
 • હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં નારિયેળ સિવાયના બાકીના બધા જ સૂકા મસાલાને ઉમેરીને સરખી રીતે શેકી લો. પછી મિકસરમાં આ મસાલાને નારિયેળ સાથે ઉમેરીને પીસી લો.
 • ત્યાર બાદ બીજા એક વાસણમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ બનાવેલો મસાલો અને કારેલાના બીજ ઉમેરો અને તેને 1 મિનિટ સુધી ચડવા દો.
 • 1 મિનિટ પછી તેમાં સૂકો પીસેલો મસાલો, લાલ મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરીને 8 થી 10 મિનિટ સુધી ચડવા દઇને પછી ગેસ બંધ કરી દો.
 • હવે આ તૈયાર કરેલો બધો જ મસાલો એક એક કરીને બધા કારેલામાં ભરી લો. અને અલગથી રાખી મૂકો.
 • હવે એક વાસણમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા કારેલાને ઉમેરીને તેને ઢાંકીને ચડવા દો.
 • કારેલા ચારે તરફથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દો. તો તૈયાર છે તમારા ભરેલા કારેલાં મસાલાની રેસિપી.
 • આ રેસીપીને રોજબરોજના ખાવા સાથે પીરસીને તેનો આનંદ માણો. તેને પરોઠા, રોટલી કે પૂરી સાથે પણ પીરસી શકાય છે.
Image Source

સલાહ – 

 • જો તમે સરસવનું તેલ ઉપયોગમાં લેતા હો તો આ ભરેલા કારેલા મસાલા માટે પણ તમે તેનો જ ઉપયોગ કરી શકો છો. સરસવનું તેલ તમારી આ રેસીપીને વધુ સ્વાદિષ્ટ બનાવશે.
 • કારેલામાં ભરવા માટેના મસાલામાં તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. જ્યારે લીંબુનો રસ ઉમેરો ત્યારે લીંબુના ભાગની થોડી ખાંડ તેમાં ઉમેરવી જરૂરી છે.
 • આ ભરેલા કારેલાને તમે બાફીને પણ બનાવી શકો છો. ચણાના લોટનો મસાલો તૈયાર કરી આ બાફેલા કારેલામાં ભરીને પણ ભરેલા કારેલા મસાલાની સબ્જી બનાવી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks