મિત્રો, આ રક્ષાબંધન પર બનાવો યમ્મી યમ્મી બેસનના લાડુ અને આ ઘરે બનાવેલા બેસન લાડુથી ભાઈનું મોઢું મીઠું કરો…
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.
તો ચાલો આજે બનાવીએ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ “બેસન નાં લાડુ” 😋
બનાવવા માટેની સામગ્રી:-
- 1/3 કપ દેશી ઘી
- 1 કપ ચણાનો લોટ (બેસન)
- અડધો કપ દળેલી ખાંડ
- 1 ચમચી ઇલાઈચી પાવડર

સજાવટ માટે :-
કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
બનાવવા માટેની રીત :-
1. સૌ પ્રથમ એક પેન લો અને તેમાં ધીમા તાપે ઘી ગરમ કરવા માટે મુકો. એક વાર ઘી ગરમ થયી ગયા પછી તેમાં ચણાનો લોટ નાંખો. અને બેસનને સતત હલાવતા રહો ધીમા તાપ એ.
2. શરૂઆતમાં બેસન થોડું ગાંઠ વાળું અને જાડું જેવું લાગશે, પણ તો પણ તમારે એને સતત હલાવતા રહેવાનું છે.
૩. બેસન એક વાર શેકાય જશે એટલે એ ધીમે ધીમે ઢીલું થતું જશે અને તેનો કલર બદલાતો દેખાશે. અને સાથે સાથે એક મીઠી સુગંધ પણ આવશે અને ઘી છૂટતું પણ દેખાશે. તો સમજવું કે બેસન સારી રીતે શેકાય ગયું છે. (આ પ્રોસેસ કરતાં 10 થી 12 મિનિટ લાગશે.)

4. બેસન શેકાય ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે મુકી દો. કાંતો હુફાંળું કરવા માટે મુકી દો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ મિક્સ કરો. અને આ મિશ્રણને હાથથી મિકસ કરી લો.
5. પછી તેને લાડુનો શેપ આપીને ડ્રાય ફ્રૂટસથી સજાવો.
તો તૈયાર છે ઝટ પટ બની જાય એવા બેસનનાં લાડું…!! 😋😋
તો આ પવિત્ર રક્ષાબંધનના અવસર પર તમારા ભાઈ માટે બનાવો મીઠા મીઠા બેસનના લાડુ 😋.!! અને તહેવાર ઉજવો…
Author: કીર્તિ જયસ્વાલ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks