રસોઈ

તહેવારોની સીઝન પૂર્ણ થતા ઘરે ટ્રાય કરો ‘બટાટાનું ચટપટું શાક’, ટેસ્ટ કરીને તમે પણ કહેશો કે વાહ…વાહ

હાલમાં જ દિવાળીનો તહેવાર પૂરો થયો છે. તહેવારને અનુલક્ષીને લોકો બહાર જમવા જતા હોય છે અથવા તો ઘરે અવનવી વેરાયટી બનાવતા હોય છે. બહારની અવનવી વેરાયટી જમીને લોકો થાકી ગયા છે. ત્યારે આજે અમે તમને શીખવીશું બટેટાનું મસાલાવાળા શાકની રીત.

સામગ્રી:

  • બાફેલા બટાકા: 1કિલો
  • તેલ: 2 ચમચી
  • લસણ મરચાની પેસ્ટ: 1 ચમચી
  • જીરું: 1 ચમચી
  • હિંગ: 1/2 ચમચી
  • આમચૂર પાવડર: 1/5 ચમચી
  • લાલ મરચું: 1 ચમચી
  • ધાણાજીરું: 1 ચમચી
  • ગરમ મસાલો: 1/5 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • કોથમીર ગાર્નીસિંગ માટે

રીત:
સૌ પ્રથમ બટેટાને બાફીને છોલી અને સમારી લો.
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી જીરું સાંતળી હિંગ ઉમેરી સાંતળી લો.

ત્યારબાદ તેમાં લસણ મરચાની પેસ્ટ,મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં બટેટા મિક્સ કરો.બટેટા મીકસ કરીને બરાબર હલાવો.

બટેટાનું શાક બની ગયા બાદ ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરો.
આ બટેટાના મસાલાવાળા શાકને ગરમ ગરમ રોટલી દાળ ભાત સાથે સર્વ કરો.
બટેટાના મસાલાવાળા શાક બનાવવા માટે પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.