રસોઈ

વેકેશન સ્પેશિયલ રેસિપી: હેલ્ધી, સ્વાદિષ્ટ તથા બનાવવામાં ખુબ જ સરળ બટાકાનું મંચુરિયન, આજે જ ટ્રાય કરો, નોંધી લો રેસિપી

આપણને રોજ રોજ નવું ભોજન ખાવું હોય, પણ એમાં પણ એક શરત હોય કે ભાવવુ જોઈએ બોસ! આપણા બપોરના જમવામાં કે રાતના જમવામાં જે પણ કોઈ શાક બને પણ ભાવે તો ત્યારે જ જ્યારે એમાં બટાકા નાખ્યા હોય. આ દરેક ઘરની વાત છે અને રોજ રોજ આવું જ બને છે કે શાક કોઈ પણ હોય એમાં બટાકા તો હોવા જ જોઈએ! તો એવામાં અહીં આપણે જો ચાઈનીઝ વાનગી જ બટાકાથી બનાવીએ તો? આજે તમારા માટે હાજર છે, બટાકાનું મંચુરિયન…

હેલ્થી અને સ્વાદિષ્ટ તથા બનાવવામાં ખુબ જ સરળ બટાકાનું મંચુરિયન આજે જ ટ્રાય કરો.

સામગ્રી

 • ૧૦ નંગ મધ્યમ સાઈઝના બટાકા (છોલેલા)
 • ૧/૩ કપ મેદો
 • ૩ ચમચી ચોખાનો લોટ
 • ૧ ચમચી આદુ લસણની પેસ્ટ
 • ૧/૨ ચમચી લાલ મરચું
 • મીઠું સ્વાદાનુસાર
 • લાલ કલર
 • ૧ ચમચી લસણ જીણું સમારેલું
 • ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
 • ૧ નંગ લાંબુ સમારેલું કેપ્સિકમ
 • ૨ ચમચી ટામેટાનો સોસ
 • ૨ ચમચી સોયા સોસ
 • ૧ ચમચી રેડ ચીલી સોસ
 • ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
 • ૧ ચમચી વિનેગર
 • તેલ તરવા મટે.

રીત:

સૌ પ્રથમ બટાકાને નાના ટુકડામાં કાપી ૨થી ૩ વર ધોઈ લો. હવે તેને એક તપેલીમાં ૩થી૪ મિનિટ બાફવા મુકો. (૩-૪ મિનિટથી વધારે બાફવા દેવું નહિ.) ત્યારબાદ તેને બહાર કાઢી લો અને ઠંડા થવા દો.

બટાકા ઠંડા થાય ત્યાં સુધી મિશ્રણ તૈયાર કરી લઈએ.

મોટા વાડકામાં મેદો, ચોખાનો લોટ, આદુ લસણની પેસ્ટ, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી મીઠું અને લાલ કલર એડ કરી મિક્સ કરી લો.

ત્યારબાદ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી જાડું મિશ્રણ તૈયાર કરી લો.

હવે આ મિશ્રણમાં બટાકાના ટુકડા એડ કરી બરાબર મીક્સ કરો લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો અને બધાજ ટુકડાને ફાસ આંચ પર ૨ મિનિટ તરી લો. (ગેસની આંચ ફૂલ હોવી જ છે.)

એક વાર બધાજ ટુકડા તરાય જાય પછી ફરીથી ૧ મિનિટ માટે ફસ આંચ પર તે બધાજ ટુકડા તરી લો.હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ લો. ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી સાંતળી લો.ત્યારબાદ ચપટી મીઠું અને સામગ્રીમાં જણાવ્યા મુજબ બધા જ સોસ અને વિનેગર એડ કરી લો અને બરાબર હલાવી દો.
હવે બધા જ બટાકાના ટુકડાને કડાઈમાં નાખી અને બરાબર બધું જ મીક્સ કરી લો. ૧ મિનિટ પછી તેને પીરસો. છે ને એકદમ સરળ? આજે જ ટ્રાય કરો અને તમને કેવું લાગ્યું એ કૉમેન્ટમાં જાણવાનું ભુલતા નહીં. હું જાણું છું તમને ખૂબ જ ભાવશે. Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks