તહેવારોમાં બનાવો કોપરામાંથી સ્વાદિષ્ટ બરફી, કોપરા પાકને પણ ભૂલી જશો, નોંધી લો રેસિપી

0

બરફી એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે લગભગ બધાને જ ભાવે છે. આને મોટાભાગે તહેવાર પર કે કોઈ ખાસ પ્રસંગ પર બનાવવામાં આવે છે. આમાં ઘણા પ્રકારના મેવા પણ નાખવામાં આવે છે. માવામાંથી બનતી આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ છે. નારિયેળના છીણ અને માવામાંથી બનતી આ મીઠાઈ તહેવારો અને ઉપવાસમાં પણ બનાવી શકાય છે. તો આજે તમારા માટે હાજર છે એક એવી સરળ રીત કે જેનાથી તમે પોતાના ઘરે જ સ્વાદિષ્ટ બરફી બનાવી શકો છો. નોંધી લો રોઝ બરફી બનાવવાની રેસિપી –

સામગ્રી –

  • નારિયેળનું છીણ 2 કપ
  • દૂધ 1/2 કપ
  • તાજો માવો 1 કપ
  • ખાંડ 3/4 કપ
  • એલચી પાવડર 1/4 ચમચી
  • રોઝ સિરપ 2 ચમચી

રીત –

સૌપ્રથમ એક બૉઉલમાં કોપરાનું છીણ અને એમાં દૂધ એડ કરી 10/15 મિનિટ રેસ્ટ આપો ત્યાં સુધી પલળી જશે પછી એક પેન લઇ લો એમાં કોપરાનું મિશ્રણ એડ કરી એમાં ખાંડ માવો એડ કરી સેકી લો 10/15 મિનિટ સુધી શેકી લો ખાંડનું પાણી છૂટે પછી એ પાણીને પણ બાળી દેવાનું છે એકદમ કોરું થઈ જાય એટલે એના બે ભાગ પાડી લો અને એક ભાગ કાઢી લો ગ્રીસ કરેલી ડીશમાં કાઢી લો પછી એને પાથરી દો પછી જે બીજો ભાગ છે એમાં રોઝ સીરપ એડ કરી મિક્સ કરી લો આ લેયરને પણ પાથરી લો પછી એના ઉપર ડ્રાયફ્રૂટના ટુકડા પાથરી દો અને એને ઠરવા માટે મૂકી દો, ઠરી જાય એટલે પીસ કટ કરી લો અને સર્વ કરો તૈયાર છે માવાની બરફી
એમાં તમે જે ફ્લેવર ભાવતો હોય એ એડ કરી શકો છો.

રોઝ બરફી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here