રસોઈ

શિયાળા સ્પેશિયલ બાજરીના લોટની રાબ, નોંધી લો બાજરીના લોટની રાબ બનાવવાની પરફેક્ટ રીત અને ખાસ બનાવજો

આપણે ત્યાં શિયાળામાં બાજરો ખાવાનું ચલણ છે ઘી ખાવાનું ચલણ છે અને એટલે જ આપણા ઘરોમાં શિયાળામાં જાતજાતના અને ભાત-ભાતના વાસણા બને છે, જેમાં ભરપૂર ઘી અને ગોળ હોય છે એટલે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે. ત્યારે આજે જોઈએ બાજરીના લોટની રાબ બનાવવાની રેસિપી, આ રાબ શિયાળામાં પીવાથી શરદી-ખાંસી અને કફ દૂર થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો નોંધી લો રેસિપી અને બાજરીના લોટની રાબ બનાવવા માટે જોઈશે – સામગ્રી –

  • ગોળ 3 ચમચી
  • પાણી 250 મિલી
  • ઘી 1 ચમચી
  • બાજરીનો લોટ 2 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી

રીત – 

સૌપ્રથમ એક પેનમાં પાણી લઇ લો એમાં ગોળ નાખી ગરમ કરી લો પછી ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી લો પછી એક પેનમાં ઘી એડ કરી બાજરીનો લોટ શેકી લો લોટ બરોબર શેકાય જાય એટલે એમાં અજમો એડ કરી મિક્સ કરી લો પછી એમાં ગોળનું પાણી એડ કરી મિક્સ કરી લો થોડી વાર થાય એટલે સુંઠ પાવડર એડ કરી મિક્સ કરી લો વધુ જાડી ના કરતા થોડી પાતળી જ રાખજો, જેથી પીવાની મજા આવશે.

તો ગરમ ગરમ સર્વ કરો રાબ જરૂરથી બનાવજો

બાજરીના લોટની રાબ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.