મનોરંજન

ઓહ… તો આ કારણે બોલીવુડની અભિનેત્રીઓ કરે છે ડ્રગ્સનું સેવન? આ વ્યક્તિએ કરી દીધો મોટો ખુલાસો

શરીર સુખની ઈચ્છા અને ફિટ બોડીના બહાને અભિનેત્રીઓ કરે છે ડ્રગ્સનું સેવન? ખુલી ગયું મોટું રહસ્ય

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું, અને અત્યાર સુધી ઘણા અભિનેતાઓ અને ઘણી જ અભિનેત્રીઓની પુછપરછ પણ કરવામાં આવી અને તેમના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા, જેમાં ઘણા મોટી મોટી નામના ધરાવનાર હસ્તીઓના ઘરે નશીલો પદાર્થ પણ મળી આવ્યો હતો.

Image Source

બે દિવસ પહેલા જ કોમેડિયન ભારતી સિંહના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા અને તેના ઘરેથી પણ ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પ્રશ્ન થાય કે એવું તો શું કારણ હશે જેના કારણે બોલીવુડની અભિનેત્રીઓ પણ ડ્રગ્સ અને નશીલા પદાર્થો લેવા માટે તૈયાર થાય છે. તો એ વાતનો ખુલાસો પણ થઇ ગયો છે.

Image Source

જે દિવસે એનસીબી દ્વારા દીપિકા પાદુકોણની પુછપરછ કરવામાં આવી રહી હતી, તે દિવસે જ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેકટર નંદકુમાર ગોપાલે દ્વારા એક ડ્રગ પેડલર ઉસ્માન શેખની ધરપકડ કરવામાં આવી હતી. જે ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલીવુડની અંદર ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતો હતો.

Image Source

ઉસ્માન શેખની ગોપાલે સાથેની પુછપરછ દરમિયાન ઘણા મહત્વના ખુલાસાઓ થયા હતા કે બોલીવુડમાં આટલું ડ્રગ્સ કેમ લેવામાં આવે છે ? ઉસ્માનના જણાવ્યા અનુસાર બોલીવુડની અંદર એવી ધારણા છે કે ડ્રગ્સના સેવનથી હંમેશા સ્લિમ બનીને રહેવાય છે. કારણ કે હિટ ફિલ્મો આપવા અને લાંબા સમય સુધી ટીવી ધારાવાહિક અને અન્ય શોની અંદર ટકી રહેવા માટે સ્લિમ રહેવું ખુબ જ જરૂરી છે. માટે અહીંયા ડ્રગ્સનું સેવન વધારે કરવામાં આવે છે.

ઉસ્માન  શેખે પુછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે બોલીવુડમાં એક અફવા એવી પણ ચાલે છે કે ડ્રગ્સના સેવનથી શારીરિક સુખ માણવાની ઇચ્છામાં વધારો થાય છે. એટલા માટે પણ અહીંયા ડ્રગ્સ લેવામાં આવે છે. ત્રીજું અને મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે ડ્રગ્સ અહીંયા મોટાભાગના લોકો લે છે, માટે જે નથી લેતા, તેમને લાગે છે કે તે કરિયરમાં વધારે લાંબો સમય સુધી ટકી નહીં શકે. માટે તે પણ ડ્રગ્સ લે છે.

તો આ બાબતે સિનિયર ઇન્સ્પેકટર ગોપાલેએ પણ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે જેની જેટલી મોટી હેસિયત, તે એટલું જ મોંઘુ ડ્રગ્સ લે છે. જે મોટા હીરો હોય છે તે કોકીન અથવા એ પ્રકારનું મોંઘુ ડ્રગ્સ લે છે. જે થોડા ઓછા બજેટ વાળા કલાકારો છે તે એમડી જેવા ડ્રગ્સ લે છે અને જેની કમાણી એકદમ ઓછી છે તેવા કલાકારો ગાંજો અને ચરસ જેવી વસ્તુઓ લેતા હોય છે.