જાણવા જેવું

શું તમે જાણો છો કે હોટેલના રૂમમાં હંમેશા સફેદ ચાદર જ શા માટે હોય છે? આ છે ખાસ કારણ

આજના સમયમાં દરેક કોઈને હરવા ફરવાનો ખુબ જ શોખ હોય છે. એક- બે દિવસ કરતા વધારે સમય સુધી ફરવા માટે લોકો હેટેલ્સ કે ધર્મશાળામાં રોકાતા હોય છે. હોટેલમાં રોકાતી વખતે જો તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગે રૂમમાં બેડ પર સફેદ રંગની જ ચાદર પાથરેલી હોય છે. જો કે સફેદ રંગમાં દાગ-ધબ્બા જલ્દી જ લાગી જાય છે છતાં પણ સફેદ જ ચાદર શા માટે? જો કે સફેદ રંગની ચાદરની પાછળ અમુક ખાસ કારણો છે. આવો તો તમને જણાવીએ કે આખરે શા માટે હોટેલ્સમાં સફેદ જ ચાદર હોય છે, જેના કારણો જાણીને તમે પણ હેરાન રહી જશો.

Image Source

સફેદ ચાદરથી ઉભરાઈ આવે છે સ્વચ્છતા:
મોટાભાગે લોકો સાફ સુથરી હોટેલમાં રહેવાનું વધારે પસંદ કરે છે. એવામાં સફેદ રંગ સફાઈનું પ્રતીક છે અને તેનાથી આખા રૂમની સ્વચ્છતા ઉભરાઈ આવે છે, સફેદ રંગથી આખો રૂમ એકદમ સ્વચ્છ લાગે છે માટે મોટાભાગે હોટેલ્સના રૂમોમાં કે હોસ્પિટલોમાં સફેદ જ ચાદર પાથરવામાં આવે છે.

ખુબ જ મુશ્કિલ છે સફેદ ચાદરની કાળજી રાખવી:
સફેદ ચાદર દેખાવમાં જેટલી સ્વચ્છ લાગે છે એટલું જ મુશ્કિલ તેની કાળજી લેવી પણ છે. સફેદ ચાદરમાં દાગ લાગવાનો ખતરો પણ રહે છે અને જો એક વાર દાગ લાગી જાય તો તે સરળતાથી દૂર પણ નથી થતો. એવામાં ગ્રાહકોએ ખાવા-પીવામાં ખુબ ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક ચાદર પર દાગ ન લાગી જાય.

Image Source

સહેલું છે ચાદરને બ્લીચ કરવું:
સફેદ ચાદરને બ્લીચ કરવું ખુબ સહેલું છે તેનાથી ચાદરમાં નવી ચમક આવી જાય છે. સફેદ રંગમા લાગેલો દાગ જલ્દી જ દેખાઈ આવે છે માટે તેને જલ્દી જ સાફ કરી દેવામાં આવે છે.

મહેમાનો આરામદાયક અને શુકુન અનુભવે છે:
માનવામા આવે છે કે સફેદ રંગ મનને ખુબ જ શાંત રાખે છે. જ્યારે હોઈ ગ્રાહક થાકીને હોટેલના રૂમમાં આવે છે ત્યારે શરીરની સાથે સાથે તે મનની શાંતિ પણ ઈચ્છતો હોય છે. એવામાં સફેદ ચાદર ઘણા અંશે મનને શાંત રાખવાનો અનુભવ આપે છે.

Image Source

વર્ષ 1990 ના પહેલાના સમયમાં દરેક જગ્યાએ સફેદ ને બદલે રંગીન ચાદરોનો ઉપીયોગ કરવામાં આવતો હતો. એક સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે હોટેલમાં રોકાતા યાત્રીઓ માટે બેડ કે રૂમ સાથે જોડાયેલી સાફ સફાઈ અને સુવિધાનો શું અર્થ છે જવાબમાં તેઓએ કહ્યું કે તેઓને સફેદ રંગ જલ્દી જ ઉભરાઈ આવતો હતો પછી તે દિવાલોનો હોય, બારી-બારણાંનો હોય કે પછી ચાદરોનો હોય. મોટાભાગના લોકોએ સફેદ રંગ પર વધારે સહમતી વ્યતિક કરી હતી ત્યારથી લઈને હોટેલ્સના રૂમમાં ચાદરથી માંડીને અન્ય વસ્તુઓ પણ સફેદ રાખવાનું ચલણ આવ્યું હતું.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.