લગ્ન દરેક કોઈના જીવનનુ એક પવિત્ર બંધન માનવામાં આવે છે. લગ્ન બે મનની સાથે સાથે બે આત્માનું પણ મિલન છે. જો કે લગ્ન પહેલા લોકોના ઘણા અફેર રહી ચુક્યા હોય છે પણ ઘણીવાર એવું પણ બને છે કે મહિલા કે પુરુષનું લગ્ન પછી પણ અન્ય સાથે અફેર રહેતું હોય છે, આજે અમે તમને જણાવશું કે આખરે શા માટે તેઓ લગ્ન પછી અન્ય મહિલા-પુરુષ પ્રત્યે આકર્ષાઈ છે અને રિલેશનમાં આવી જાય છે.

1. લગ્નથી કંટાળી જવું:
કહેવાય છે કે કોઈ એક ને એક વસ્તુ વ્યક્તિને કંટાળો અપાવે છે એવું જ કંઈક આજના સમયમાં લગ્નની બાબતમાં પણ બની ગયું છે. એક મહિલા જ્યારે પોતાના લગ્નથી કંટાળી જાય છે ત્યારે તે ફરીથી પોતાના જીવનમાં રોમાન્સ અને તાજગી લાવવા માટે અન્ય પુરુષ પ્રત્યે આકર્ષાઈ જાય છે અને રિલેશનમાં આવી જાય છે.

2. સંબંધમાં બદલો લેવાની ભાવના:
મહિલામાં બદલો લેવાની ભાવના ત્યારે જાગે છે જયારે પતિ તેની ઈજ્જત નથી કરતો અને તે વિદ્રોહી બની જાય છે, જ્યારે પતિનું કોઈ બીજી જગ્યાએ અફેર ચાલી રહ્યું હોય ત્યારે પત્ની પણ બદલો લેવાની ભાવનાથી પોતાના પહેલા પ્રેમી કે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવી લે છે.

3. મહિલાનું સ્વાભિમાન ઓછું થઇ જવું:
ઘણીવાર મહિલાઓને એવું લાગવા લાગે છે કે તેનું સ્વાભિમાન ખુબ જ ઓછું છે અને વધારે ઈજ્જત અને સ્વાભિમાન માટે તે બીજા પુરુષો સાથે પ્રેમ સંબંધ બનાવી લે છે.

4. પોતાના પૂર્વ પ્રેમીની યાદ:
આજના સમયમાં મોટાભાગે લોકોનો કોઈ પ્રેમ કે ક્રશ હોય જ છે. લોકો પરિવારના કહેવાથી બીજા જોડે લગ્ન તો કરી લે છે પણ પોતાના પહેલા પ્રેમની યાદ હંમેશા તેઓના મનમાં વસી જાય છે. જ્યારે લગ્ન પછી તેને તે જ પ્રેમ ન મળી શકે ત્યારે તેને પોતાના પહેલા પ્રેમની યાદ આવવા લાગે છે. આ સિવાય જો એક મહિલાની ભાવનાને પતિ યોગ્ય રીતે ન સમજી શકે તો તે એક એવા વ્યક્તિને શોધે છે જે તેની ભાવનાઓને સમજી શકે અને કદર કરી શકે. એવામાં મહિલા એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવા માટે મજબુર બની જાય છે.

5. ભાવનાઓને ન સમજવું:
જો પતિ-પત્ની એક બીજાની ભાવનાઓને ન સમજે તેવા લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવા લાગે છે. આજના સમયમાં મહિલા પોતાના પતી પાસેથી પ્રેમની સાથે સાથે ઈજ્જત અને માન-સન્માન પણ ઇચ્છતી હોય છે.આવું ન થવા પર સંબંધમાં ખટાશ આવવા લાગે છે અને મહિલા અન્ય પુરુષ પ્રત્યે આકર્ષાઈ જાય છે જે તેની ભાવનાઓની કદર કરી શકે.

6. શારીરિક સંબંધમાં અસંતુષ્ટિ:
જ્યારે એક મહિલા પોતાના પતી સાથે શારીરિક સંબંધમાં સંતોષ નથી મેળવતી ત્યારે તે અન્ય પુરુષ પ્રત્યે આકર્ષાવા લાગે છે. આવી પરિસ્થિતમાં મહિલા એવા પુરુષને શોધે છે જે તેની શારીરિક ઈચ્છાને પૂર્ણ કરી શકે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.