સવારે ઉઠતાની સાથે જ આપણે એક વસ્તુની સૌથી વધુ જરીરુયાત હોય છે અને એ છે દૂધ. આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં દૂધની વપરાશ થતો હોય છે. દૂધ વગર આજે રસોડું અધૂરી જ લાગે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દૂધની વધતી કિંમતે જાણે હેરાન કરવા લાગ્યા છે, એકતરફ દૂધની જરૂરિયાત વધતી જાય છે તો બીજી તરફ દૂધના વધતા ભાવ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

14 ડિસેમ્બરથી દેશની સૌથી મોટી કંપની અમૂલ દ્વારા દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ એક જ વર્ષમાં દૂધના ભાવમાં સતત બીજીવાર વધારો થવાના કારણે ઘણા લોકોના ખિસ્સાને માર પડી રહ્યો છે. આજે મોંઘવારી વધી છે એમ કહીએ તો નવાઈ નથી જેના કારણે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયેલો જોવા મળે છે, પરંતુ એક વાત નોંધવા જેવી છે કે શાકભાજી અને બીજી કેટલીક વસ્તુઓ જે મોંઘી થઇ છે તે નિશ્ચિત સમય સુધી જ રહે છે, જયારે તેનું ઉત્પાદન વધે છે ત્યારે તેના ભાવ પણ ઘટી જાય છે પરંતુ દૂધના ભાવ વધી તો જાય છે પરંતુ ઘટતા નથી. ત્યારે દરેક વ્યક્તિએ જાણવા જેવી વાત છે કે આ ભાવ વધવા પાછળનું કારણ શું હોઈ શકે અને કેવી રીતે નક્કી થાય છે દૂધના ભાવ? તો ચાલો જાણીએ આ વાતો…

ડેરી કંપનીઓ લોકલ પશુપાલકો પાસેથી દૂધ ખરીદતા હોય છે, અમુલ જેવી કંપની દ્વારા ગુજરાતના મોટાભાગના ગામોમાં દૂધ ઉત્પાદક ડેરીની સ્થાપના કરવામાં આવી છે જેમાં ગામમાંથી દૂધ એકત્ર કરવામાં આવે છે અને તે એકત્ર કરેલું દૂધ મુખ્ય મથક સુધી લાવવામાં આવે છે.

દૂધ વેચનાર પશુપાલકને બજારની અંદર જે દૂધની કિંમત છે તે કિંમતની 60 ટકા આસપાસ રકમ જ આપવામાં આવે છે અને તે પણ દૂધની ગુણવત્તાના આધારે દૂધનો ફેટ જે પ્રમાણે આવે તેમ પ્રતિ લીટર અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવે છે. ઉ.દા. બજારમાં દૂધની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર છે તો પશુપાલકને 36 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવે છે.

આ 60 ટકા જેટલી રકમ કેવી રીતે નક્કી થાય છે તે પણ જાણવા જેવું છે. આ ભાવ નક્કી થાય છે દૂધની આવક, જરૂરિયાત અને ઉત્પાદન કિંમતથી. પશુપાલકને તેમની ગાય-ભેંસની દેખરેખ માટે, તેના ઘાસચારા માટે થતો ખર્ચ, તેને રાખવા માટે થતો ખર્ચ, તેની મેડિકલ તપાસ અને તેની મજૂરી પાછળ જે ખર્ચ થાય છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

કમોસમી વરસાદ થવાના કારણે ઘણો ઘાસચારો નષ્ટ થયો હતો અને ખેડૂતોને ઘણું નુકશાન પણ થયું સાથે ગાય-ભેંસને ખવડાવવામાં આવતા દાણના ભાવ પણ વધતા રહ્યા છે જેની સીધી જ અસર દૂધના ઉત્પાદન ઉપર પણ પડી છે. ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા પણ દૂધનું ઉત્પાદન 4થી 5 ટકા જેટલું ઘટ્યું છે.

જાન્યુઆરીમાં અમુલના મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે:
“2019માં દૂધના ભાવ વધી શકે છે, સ્કિમ્ડ મિલ્ક પાઉડર ના ઓછા સ્ટોક અને ગયા વર્ષ કરતા પણ આ વર્ષે દૂધની ઓછી આયાત બે મોટા કારણો છે. કેટલીક કોઓપરેટીવ સિવાય બીજી કોઈ મોટી ડેરીઓ ખેડૂતોને સારી કિંમત નથી આપી રહી. જેના કારણે દૂધ ઉત્પાદકો પશુઓની ખરીદી પણ નથી કરી રહ્યા. ઠંડીમાં દૂધની આવક વધે છે દર વર્ષે જે 15 ટકા સુધી વધે છે એ આ વર્ષે માત્ર 2 ટકા જ વધી છે.”

દૂધની કિંમત વધવા પાછળ બીજા પણ ઘણા કારણો જવાબદાર છે. દૂધ ઉત્પાદક કેન્દ્રથી મુખ્ય મથક સુધી દૂધને પહોંચાડવા પાછળ થતો ખર્ચ, તેમજ દૂધના શુદ્ધિકરણ અને પેકીંગ પાછળ થતો ખર્ચ પણ ભાવ વધવાનું મુખ્ય કારણ છે. મોંઘવારીની અસર પણ દૂધ ઉપર પડે છે જેના કારણે પણ દૂધના ભાવ વધે છે. ડીઝલ અને ટ્રાન્સ્પોટેશનના વધતા ભાવ પણ કારણ બને છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.