ઘણીવાર આપણને ટીવી ઉપર ફિલ્મ જોવાનું મન હોય અને આપણે ટીવી ચેનલ ચાલુ કરીએ ત્યારે કેટલીક એવી ફિલ્મો આવતી હોય છે જે વારંવાર એજ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય ત્યારે આપણને થોડો કંટાળો પણ આવી જાય છે અને એ ચેનલો પ્રત્યે ગુસ્સો પણ આવે છે.

ઝી સિનેમા પર વારંવાર આપણે “હમ સાથ સાથ હે” જોઈએ છે તો સેટ મેક્સ ઉપર “સૂર્યવંશમ” આપણને અઠવાડિયામાં એક બે વખત તો જોવા જ મળી જાય, તેના કારણે લોકો ઘણીવાર ચેનલનો મઝાક પણ બનાવે છે અને સોશિયલ મીડિયામાં મીમ બનાવી ને પોસ્ટ પણ કરતા હોય છે. પરંતુ શું આ ફિલ્મ વારંવાર એ ચેનલ ઉપર પ્રસારિત થવાનું સાચું કારણ આપણે જાણીએ છીએ?

તમને જાણીને નવાઈ લાગશે કે સેટમેક્સ પર વારંવાર આવનારી ફિલ્મ “સૂર્યવંશમ”ના રિલીઝ થવા બાદ સેટમેક્સ દ્વારા તેના રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા હતા અને તે પણ 100 વર્ષ માટે. જેના કારણે આ ફિલ્મ વારંવાર તમને સેટમેક્સ ઉપર જોવા મળે છે.

21 મેં 1999માં રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી, લોકોએ આ ફિલ્મને ખુબ જ વખાણી પણ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા નિભાવવામાં આવેલું હીરા ઠાકુરનું પાત્ર લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. લોકોને તેના પાત્ર દ્વારા એ સમયે પ્રેરણા પણ મળી હતી.

આ વાત અમિતાભ બચ્ચને પોતે જ ટ્વીટ કરીને જાહેર કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે “લોકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી છે, જેમાં સૌથી વધુ લોકો ગામડાના છે જેમને સૌથી વધુ આ ફિલ્મ પસંદ આવી છે.”