મનોરંજન

પુત્રવધુ ઐશ્વર્યાને સાસુ સાથે કેવા છે સંબંધો? જયા બચ્ચને કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો

સદીના મહાનાયક બિગ બી એટલે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેનો 77મો બર્થડે  11 ઓક્ટોબરે મનાવવા જઈ રહ્યા છે. આ પહેલા કારણ જોહરે તેના શો ‘કોફી વિથ કરણ’નો એક પ્રોમો રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં એકે રિકેપ એપિસોડ બતાવવામાં આવ્યો જેમાં બચ્ચન ફેમિલી સાથે કરણ જોહર વાતો કરી રહ્યો હતો.
કરણ વારાફરતી અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન,ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા-બચ્ચને  પ્રશ્નો પૂછી રહ્યો હતો, સાથે-સાથે વાતો પણ કરી રહ્યો હતો. કરણ વધુ પડતો બિગ બી સાથે  જ વાતો કરતો નજરે ચડ્યો હતો.

પ્રોમો વીડિઓની શરૂઆતમાં કરણે અમિતાભને અભિતાભ બચ્ચન હોવાના ફાયદાઓની સૂચિ માંગી હતી. અમિતાભે ગર્વ પામતા જવાબ આપ્યો હતો કે ‘પહેલા તો હું હરિવંશ રાય બચ્ચનનો દીકરો છું.’

આ સિવાય અમિતાભે કહ્યું કે ‘એ સિવાય હું કરણ જોહર અને બીજા નિર્માતાઓ દ્વારા કરેલ રસપ્રદ કામોનો એક ભાગ છું.’ આ વાતચીત બાદ કરણે જયા બચ્ચન સાથે તેની પુત્રવધુ વિશે વાત કરી ત્યારે જયા બચ્ચને કહ્યું હતું કે, ‘ઐશ્વર્યા ખુબ જ સારી છે અને હું તેને ખુબ જ પ્રેમ કરું છું.’

સાથે જ જયા બચ્ચને એમ પણ કહ્યું હતું કે ‘ઐશ્વર્યા પોતે આટલી મોટી સ્ટાર છે.પણ અમારા ઘર માટે એ બિલકુલ ફિટ છે. ઐશ્વર્યા વિશે વાત કરતા શ્વેતા કહ્યું હતું કે,’ જયારે પણ કોઈ નવું સદસ્ય ઘરમાં આવે છે તો દરેકની ભૂમિકાઓ થોડી બદલતી જ હોય છે.’

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્ન 2007માં થયા હતા. ઐશ્વર્યા અને અભિષેકને એક પુત્રી છે પણ આરાધ્યા. ઐશ્વર્યાને તેની સાસુ જયા બચ્ચન સાથે સારું બોન્ડિંગ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ ઐશ્વર્યા બચ્ચને થોડા સમય પહેલા તેની દીકરી આરાધ્યા અને સાસુ જયા બચ્ચન સાથેની એક તસ્વીર શેર કરી હતી. તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું ‘હંમેશા ખુશહાલી.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.