અચાનક બોમની જેમ ફાટ્યો Realmeનો સ્માર્ટફોન, પાછળથી નીકળી આગ તો આ વ્યક્તિએ કર્યું એવું કે…..

છેલ્લા થોડા સમયમાં જ ભારતમાંથી ઘણા ફોન ફાટવાની ઘટનાઓ સામે આવી છે.જેમાં ઘણી નામી કંપનીઓના મોબાઈલ ફોન જેવા કે OnePlus Nord 2 હોય કે Poco M3માં પણ  બ્લાસ્ટ થયો હતો. ત્યારે હવે એક મામલો સામે આવ્યો છે જેમાં Realme XT માં બ્લાસ્ટ થયો છે. 91mobilesના અહેવાલ મુજબ, Realme XT અચાનક ચાલુ હતો ત્યારે જ અચાનક બ્લાસ્ટ થયો. આ પ્રકારની ઘટના જૂન 2020માં પહેલા પણ બની હતી. ટ્વીટર યુઝર્સ સંદીપ કુંડુએ Realme XTની તસવીરો પણ પોસ્ટ કરી છે જે તેના મિત્રની છે.

ટ્વીટર યુઝર્સના જણાવ્યા પ્રમાણે તેના મિત્રનો રિઅલમી એક્સ ટી ડિવાઈઝ વપરાશ દરમિયાન બ્લાસ્ટ થઇ ગયો. તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં ફોન સંપૂર્ણ રીતે સળગેલો જોવા મળી રહ્યો છે. સાઈડ પેનલ પણ સંપૂર્ણ રીતે બળી ગઈ છે. ડિસ્પ્લેમાં પણ બર્ન ડેમેજ થયું છે જે સ્ક્રીન ઉપર પિક્સલ બ્લીડ સ્પષ્ટ છે. જોવામાં એમ લાગે છે કે આ એક વિસ્ફોટ છે જે બેટરીથી થયો છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં વ્યક્તિને ઈજાઓ નથી પહોંચી. ટ્વીટર યુઝર્સ દ્વારા એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પથારીમાંથી આગનો ધુમાડો નીકળી રહ્યો છે. ટિવટર ઉપર રિઅલમીના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આ મુદ્દાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, “અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે અમે પહેલા જ એ વ્યક્તિનો સંપર્ક કર્યો છે અને અમે તેમને નજીકના અધિકૃત સેવા કેન્દ્ર પર જવાનું કહ્યું છે. મહેરબાની કરીને નિશ્ચિન્ત રહો. જેવો જ ફોન આમારી પાસે આવશે અમે તમેની ચિંતાનું સમાધાન કરવાના પૂરતા પ્રયત્ન કરીશું.”

હજુ આ ઘટના વિશેની વધુ માહિતી સામે નથી આવી. પરંતુ વારંવાર થનારી આ ઘટનાઓના કારણે રિઅલમીના યુઝર્સની ચિંતાઓમાં પણ વધારો થયો છે. કારણે કે થોડા જ સમયમાં ફોનમાં બ્લાસ્ટ થવાની આ બીજી ઘટના છે. આ પહેલા પણ અલગ અલગ કંપનીઓના ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.

Niraj Patel