ફિલ્મી દુનિયા

શું સાચે સલમાન ખાને રાનુ મંડલને ગિફ્ટ કર્યું 55 લાખનું ઘર ? સચ્ચાઈ આવી સામે

રાતોરાત ઇન્ટરનેટમાં ધમાલ મચાવનારી રાનુ મંડલને એક બાદ એક ઓફર મળવા લાગી છે. હિમેશ રેશમિયાએ રાનુ મંડલ સાથે બીજું ગીત પણ રેકોર્ડ કર્યું છે. તો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એવી અફવાહ ઉડી હતી કે, સલમાન ખાને રાનુને 55 લાખનું ઘર આપ્યું છે. તે સમયે આ વાતની પુષ્ટિ થઇ ન હતી પરંતુ હાલમાં જ તેની સત્યતા સામે આવી છે.

પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્થિત આમરા શોબાઈ શૈતાન ક્લ્બના સભ્ય વિકી વિશ્વાસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં વિક્કીએ જણાવ્યું હતું કે, અમારા ક્લબના 2 સભ્યોએ રાનુનો વિડીયો રાનાઘાટ સ્ટેશન પર શૂટ કર્યો હતો. જે વિડીયો વાયરલ પણ થયો છે. ત્યારથી લઈએ અમે તેનું ધ્યાન રાખીએ છીએ અને તેના સંપર્કના રહીએ છીએ. અમને અત્યાર સુધી એ ખબર નથી પડી કે, સલમાન ખાને તેને 55 લાખનું ઘર આપ્યું છે. આ ખોટી ખબર છે જે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

વિકીએ વધુમાં કહ્યું હતું કે, આટલું જ નહીં પરંતુ રાનુ મંડલ બાબતે બીજી પણ ઘણી ખોટી ખબર ફેલાઈ રહી છે કે તેણીએ 15 લાખનું ઘર ખરીદ્યું છે. રાનુ મંડલ બિગબોસમાં જવાની છે. અથવા હિમેશ રેશમિયાએ ગીત રેકોર્ડિંગ માટે 50 લાખ રૂપિયા આપ્યા છે.

 

View this post on Instagram

 

#kismath thanks all

A post shared by Ranu mandal (@ranu_mandal6) on

એ સત્ય છે કે હિમેશ રેશમિયાએ રાનુ માટે ઘણું કર્યું છે. હિમેશે તેના ખર્ચે રાનુને મુંબઇ બોલાવી છે. આ સિવાયની બધી બાબત ખોટી છે.

રાનુ મંડલ હવે કોઈ પહેચાનની મોહતાજ નથી. તતેણીએ અર્શથી ફફર્શ સુધીનો સફર ખેડ્યો છે. ફેન્સ માટે હિમેશે રાનુ મંડલ પાસે ‘આદત’ ગીત રેકોર્ડ કરાવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.