“મહાકુંભમાં તમારા રિસ્ક પર જજો..વાહનવ્યવહારની નથી સુવિધા” મહાકુંભની વાસ્તવિક્તા દર્શાવતો વીડિયો વાયરલ

15-20 કિલોમીટર ચાલવાની કેપેસીટી હોય તો જ મહાકુંભમાં આવજો, કોઈ ફેસિલિટી નથી, પોતાના રિસ્ક પર આવજો, આ છોકરીનો વીડિયો વાયરલ થયો

પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેમાં, દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા જઈ રહ્યા છે. મહાકુંભમાં સરકાર તરફથી અનેક સુવિધાઓ કરવામાં આવી છે. તેમજ પોલીસ પણ ખડેપગે તૈનાત છે. જો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં રહેવા માટે ટેન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ, હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા મહાકુંભની હકીકત કહી રહી છે. વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે.

realneetukamal નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મહાકુંભની વાસ્તવિક્તા કંઈક અલગ જ છે. જેમાં, પ્રયાગરાજમાં વાહનવ્યવહારની એકપણ સુવિધા ન હોવાનો મહિલાએ વીડિયોમાં દાવો કર્યો છે. વીડિયોમાં તેણીએ કહ્યું કે, ” જો તમારામાં 15-20 કિલોમીટર ચાલવાની ક્ષમતા હોય તો જ કુંભમાં જજો. કારણ કે, ત્યાં ઓટોરિક્ષા કે વાહનવ્યવહારની સુવિધા નથી. બસની પણ સુવિધા નથી. તેમજ રહેવા-જમવા માટે પણ વ્યવસ્થા નથી. મારી સાથે નાના બાળકો અને વૃદ્ધ છે. અમે લોકો 8 કિલોમાટરથી સતત ચાલી રહ્યા છીએ. પરંતુ, એકપણ વાહન મળ્યું નથી. તમે તમારા રિસ્ક પર મહાકુંભ જઈ શકો છો.”

આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ મળી ચૂક્યા છે. અને લાખો લાઈક્સ મળ્યા છે. આના પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ મહિલા વિપક્ષ પાર્ટીમાંથી હશે.” તો બીજાએ લખ્યું કે, “આજ સાચી તપસ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Neetu Kamal (@realneetukamal)

Twinkle