ખબર

પહેલીવાર નાસાએ સંભળાવ્યો સૂર્યદેવનો અવાજ, ક્લિક કરીને તમે પણ સાંભળો

શું તમને ખબર છે કે, સૂર્યનો કોઈ અવાજ છે ? જો હા તો તેનો અવાજ કેવો છે ? આ સવાલ પર શનિવારની સવારે દેશભરમાં ચર્ચા થવા લાગી હતી. પૂર્વ આઇપીએસ અધિકારી અને પોન્ડિચેરીના હાલના રાજ્યપાલ કિરણ બેદ દ્વારા ચર્ચા જગાડવામાં આવી હતી. કિરણ બેદીએ 4 જાન્યુઆરી સવારે 8 વાગ્યાની આસપાસ એક ટ્વીટ કર્યું હતું. તેમાં એક લિંક પણ શેર કરવામાં આવી હતી.

Image Source

આ લિંકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સૂર્ય ‘ઓમ’ નો અવાજ કાઢે છે. દાવો એ પણ કરવામાં આવ્યો હતો કે, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આ અવાજને રેકોર્ડ પણ કરી લીધો છે. પરંતુ શેર કરવામાં આવેલી લિંક પર પણ સવાલ ઉઠ્યા હતા. આ ટ્વીટને લઈને કિરણ બેદીને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ છે કે, આખરે સૂર્યનો અસલી અવાજ કયો છે ?

કિરણ બેદી દ્વારા કરવામાં આવેલા ટ્વીટની સત્યતા કંઈક અલગ જ છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો દ્વારા સૂર્યનો અવાજ રેકોર્ડ કર્યો છે. સૂર્યનો અવાજ આવે છે અને તે સાચો પણ છે. આવો જાણીએ સૂર્યનો અસલી અવાજ કેવો હોય છે.

નાસાના સોલર એન્ડ હેલિયોસ્ફેયરીક ઓબ્ઝરવેટીના વૈજ્ઞાનિકોએ 20 વર્ષ સુધી તનતોડ મહેનત કર્યા બાદ આ અવાજને રેકોર્ડ કર્યો હતો. આ અવાજ સૂર્ય તેની ચાલ અને બદલાવ અને તેમાંથી નીકળતા અને લહેરો અને વિસ્ફોટના કારણે આવે છે.

Image Source

સૂર્યનો અવાજ લગાતાર નીકળે છે. આ અવાજને તમે ખુલ્લા કાનથી પણ સાંભળી શકો છો. પરંતુ તેના માટે તમારે સૂરજની નજીક જવું પડે. નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૂર્યની સપાટી પર લાવને આગની લહેરોને જો તમે જોઇ શકો છો તો તમે સૂર્યમાંથી નીકળતા અવાજને પણ સાંભળી શકો છો.

નાસાએ ખુદે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. નાસાએ આ ટ્વીટ જુલાઈ 2018માં કર્યું હતું. નાસાએ આ સાથે જ કહ્યું હતું કે, સૂરજ શાંત નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.