મનોરંજન

આ 20 હસ્તીઓએ બોલિવૂડમાં ટકવા માટે બદલ્યા પોતાના નામ, શરત લગાવી લો નહિ જાણતા હોવ તમે

આ 20 કલાકારોએ બોલિવૂડમાં બદલીને તમને મૂર્ખ બનાવ્યા

બોલિવૂડના સિતારાઓ પોતાની ઓળખ બનાવવા માટે ખબર નહિ પણ શું-શું કરતા રહે છે. પોતાના લૂકની સાથે સાથે પોતાનું નામ પણ બદલી નાખે છે. કેટલાક સિતારાઓ પોતાની સાચી ઓળખ છુપાવે છે અને પોતાની સાચું નામ બદલીને એક નવા નામ સાથે પોતાની કારકિર્દી શરુ કરે છે.

બોલિવૂડમાં એવા કેટલાય દિગ્ગજ કલાકારો છે કે જેમને ફિલ્મોમાં આવવા માટે પોતાના નામમાં બદલાવ કર્યો છે અને આજે દુનિયા તેમને પોતાના સાચા નામથી નહિ પણ ફિલ્મો માટે તેમને બદલેલા નામથી ઓળખે છે. તો ચાલો આજે જાણીએ આવા સિતારાઓના સાચા નામ જેને જાણીને તમે કહેશો કે આ નામ તો અમને ખબર જ નથી –

1. અમિતાભ બચ્ચન –

Image Source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાની ઓળખ બનાવવા માટે પોતાનું નામ બદલવું પડ્યું હતું. બિગ બીનું સાચું નામ કદાચ જ કોઈ જાણતું હશે, તેમનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ છે. તેમના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચને ઇન્કલાબ ઝિંદાબાદના નારાથી પ્રેરિત થઈને આ નામ પસંદ કર્યું હતું. પરંતુ પછી એક સાથી કવિના કહેવા પર તેમને દીકરાનું નામ બદલીને અમિતાભ રાખી દીધું હતું.

2. સૈફ અલી ખાન –

Image Source

બોલિવૂડના નવાબ પટૌડીના દીકરા સૈફ અલી ખાનનું સાચું નામ આજ સુધી કોઈને ખબર નથી પડી. સૈફ અલી ખાનનું સાચું નામ સાજીદ અલી ખાન છે, પણ બોલિવૂડમાં એમના આ નામનું લક ન ચાલ્યું એટલે નામ બદલીને સૈફ કરી લીધું.

3. અજય દેવગણ –

Image Source

બોલિવૂડના સિંઘમ અજય દેવગણનું સાચું નામ વિશાલ વીરુ દેવગણ છે. જણાવી દઈએ કે તેમને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. અજયને અત્યાર સુધીમાં પદ્મશ્રી, બે રાષ્ટ્રીય પુરસ્કાર અને ચાર ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરી ચુકાયા છે.

4. અક્ષય કુમાર –

Image Source

ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ પોતાનું નામ બદલી દીધું હતું. તેમનું સાચું નામ છે રાજીવ હરિઓમ ભાટિયા. અક્ષય પોતાની એક્શન ફિલ્મોમાં પોતાના સ્ટન્ટ જાતે જ શૂટ કરે છે એટલા માટે તેમને એક્શન કુમાર કે ખિલાડી કુમાર પણ કહેવાય છે.

5. રજનીકાંત –

Image Source

સાઉથના સુપરસ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પણ પોતાનું નામ બદલ્યું છે અને તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

6. દિલીપ કુમાર –

Image Source

બોલિવૂડના ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારનું સાચું નામ પણ કઈંક જુદું જ છે. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. બોલિવૂડમાં લગભગ સાઈઠ વર્ષો સુધી રાજ કરનાર દિલીપ કુમાર પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

7. રાજેશ ખન્ના –

Image Source

રાજેશ ખન્ના બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા હતા કે જેમની સતત 15 ફિલ્મો એક સાથે હિટ થવાનો રેકોર્ડ છે. રાજેશ ખન્નાએ પણ બોલિવૂડ પર રાજ કરવા માટે પોતાનું નામ બદલ્યું હતું. એમનું સાચું નામ જતીન ખન્ના હતું. તેમને 1973માં ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમની દીકરી ટ્વિંકલ ખન્ના છે જે અક્ષય કુમારની પત્ની છે.

8. મહિમા ચૌધરી –

Image Source

પરદેશ ફિલ્મમાં પોતાની સુંદરતાથી બધાને જ પોતાના દીવાના કરનાર મહિમા ચૌધરીનું સાચું નામ ઋતુ છે. તેમને પણ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. પછી બિઝનેસમેન બોબી મુખર્જી સાથે 2006માં લગ્ન કરી લીધા હતા, અને હાલમાં એમની એક દીકરી પણ છે.

9. પ્રીતિ ઝિન્ટા –

Image Source

બોલિવૂડની પ્રિટી વુમન અને પોતાની ક્યૂટ સ્માઈલ અને અભિનયથી દર્શકોનું દિલ જીતનાર પ્રિતી ઝિન્ટાએ પણ બોલિવૂડમાં આવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. તેનું સાચું નામ પ્રીતમ સિંહ ઝિંટા હતું.

10. મલ્લિકા શેરાવત –

Image Source

બોલ્ડ અને હોટ સીન આપીને ચર્ચામાં રહેનારી મલ્લિકા શેરાવતનું નામ પણ બોલિવૂડમાં આવતા પહેલા નામ રીમા લાંબા હતું. મલ્લિકા હરિયાણાથી છે અને એક વાર તમેં તેને પોતાનું સ્વયંવર પણ રાખ્યું હતું.

11. તબ્બુ –

Image Source

તબ્બુએ પોતાના અભિનયના બળે અને પોતાના પાત્રને મજબૂતથી નિભાવવાને કારણે આજે પણ લોકો પર પોતાની છાપ છોડી છે. તબ્બુનું સાચું નામ તબસ્સુમ હાસીમ ખાન છે અને બોલિવૂડમાં આવતા સમયે તેમને પોતાનું નામ બદલી દીધું જેનથી લોકોને તેમનું નામ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા રહે.

12. શિલ્પા શેટ્ટી –

Image Source

શિલ્પા શેટ્ટી આજકાલ પોતાની હેલ્ધી લાઇફસ્ટાઇલ અને યોગા માટે પ્રસિદ્ધ થઇ ચુકી છે, પણ તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીનું સાચું નામ અશ્વિની શેટ્ટી છે. તેને ફિલ્મોમાં આવતા પહેલા પોતાનું નામ બદલીને શિલ્પા શેટ્ટી કરી દીધું.

13. સની લિયોની –

Image Source

સની લિયોની ઘણીવાર ચર્ચાઓમાં રહે છે, તેમની એક બાયોપિક પણ આવી ગઈ, જે રિલીઝ થતા પહેલા ઘણા વિવાદોમાં ઘેરાઈ ચુકી હતી. આખું બાળપણ કેનેડામાં વિતાવ્યા બાદ સની ભારત આવી અને તેની સફળતાની કહાની બધાની જ સામે છે. પણ તેનું સાચું નામ કરણજિત કૌર વહોરા છે.

14. કેટરીના કૈફ –

Image Source

કેટરીના એક વિદેશી મૂળની અભિનેત્રી છે અને તેમની તા કાશ્મીરી અને પિતા ઇંગ્લેન્ડના રહેવાસી છે. તેને પોતાનો મોટાભાગનો સમય લંડનમાં વિતાવ્યો છે. સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકી અભિનેત્રી કેટરીના કૈફનું સાચું નામ કેટ તુર્કોટે છે.

15. સલમાન ખાન –

Image Source

સલમાન ખાન આજના સમયમાં 100 કરોડની હિટ ફિલ્મ આપનાર અભિનેતા છે, પણ તેમને પણ ફિલ્મોમાં આવતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું. 1965માં પેદા થયેલા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સાલાં ખાન છે. તેમને ફિલ્મ બીવી હો તો ઐસીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

16. જોની લીવર –

Image Source

પોતાની કોમેડીથી હંમેશા યાદ કરવામાં આવતા જોની લિવરનું નામ હવે આઇકોનિક બની ચૂક્યું છે. પણ આ તેમનું સાચું નામ નથી. 1957માં જન્મેલા જોનીનું સાચું નામ જોન પ્રકાશ રાવ જાનુમલા છે. તેજાબ, બાઝીગર, જલવા જેવી ઘણી ફિલ્મોમાં તેમની કોમેડી આપણને જોવા મળે છે.

17. શ્રીદેવી –

Image Source

દિવંગત અભિનેત્રી શ્રીદેવીનું પણ બાળપણનું નામ શ્રી અમ્મા યેંગર અય્યપન હતું. તેઓ પણ એ સિતારાઓમાંથી છે જેમને પોતાનું સાચું નામ ન રાખ્યું. શ્રીદેવીએ ચાર વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેમને 50 વર્ષો સુધી અભિનય જગતમાં કામ કર્યું હતું.

18. ઇરફાન ખાન –

Image Source

મોટી આંખોવાળા અભિનેતા ઇરફાન ખાનનું સાચું નામ સાહબઝાદે ઇરફાન અલી ખાન છે. ફિલ્મોમાં તેમને પોતાનું નામ બદલી નાખ્યું. એક સમયે તેઓ તેમને કહ્યું હતું કે તેમનું નામ ફક્ત ઇરફાન લખવામાં આવે. આસિફ કપાડિયાની ફિલ્મ ધ વોરિયરથી તેમનું કામ નોંધાવા લાગ્યું હતું.

19. સની દેઓલ –

Image Source

ઢાઈ કિલો કે હાથ વાળો ડાયલોગ તો આપણને સૌને યાદ જ હશે. પણ આપણને એ ખબર નથી કે સની દેઓલનું મૂળ નામ અજય સિંહ દેઓલ છે. સની દેઓલ પણ પોતાનું નામ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ બદલ્યું હતું.

20. રેવતી –

Image Source

સાથિયા તુને ક્યા કિયા ગીતમાં જે અભિનેત્રી હતી એ યાદ છે? અભિનેત્રી રેવતી 1966માં કોચીનમાં જન્મી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તેમનું નામ આશા કેલુન્ની નાયર હતું.

21. ઇમરાન ખાન –

Image Source

અમેરિકામાં જન્મેલા ‘જાને તું યા જાને ના’વાળા અભિનેતા ઇમરાન ખાનનું મૂળ નામ ઇમરાન પણ હતું. તેની મા નુજહત (આમિર ખાનની બહેન) અને પિતાના ડિવોર્સ બાદ ઈમરાનના નામમાં માતાની સરનેમ લગાવી દીધી.

22. કમલ હસન –

Image Source

સાઉથના ખૂબ જ પ્રસિદ્ધ અભિનેતા જેમને બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નોંધનીય ફિલ્મો કરી છે, તેમનું નામ તેઓ જન્મ્યા ત્યારે પાર્થસારથી રાખવામાં આવ્યું હતું, પણ પછીથી તેમને નામ બદલી નાખ્યું.

23. જેકી શ્રોફ –

Image Source

તેર ભાષાઓની લગભગ 220 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા જેકી શ્રોફને બોલિવૂડમાં લગભગ 40 વર્ષો થઇ ચુક્યા છે. તેમને પણ પોતાનું નામ બદલ્યું હતું અને તેમનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે.

24. રણવીર સિંહ –

Image Source

બાજીરાવ મસ્તાની અને દિલ ધડકને દો જેવી નોંધપાત્ર ફિલ્મોમાં નોંધનીય અભિનેય કરીને દરેકના દિલમાં પોતાની જગ્યા બનાવનાર અભિનેતા રણવીર સિંહનું સાચું નામ પણ રણવીર ભવનાની છે. ફિલ્મ ગલીબોયમાં અને પદ્માવતમાં પણ તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

25. રેખા –

Image Source

ભારતીય ફિલ્મોની અભિનેત્રી રેખાને એમના અભિનયની સાથે સાથે તેમની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન હતું, ફિલ્મોમાં તેમને પોતાનું નામ બદલીને રેખા કરી નાખ્યું અને આજે લોકો તેમને રેખાથી જ ઓળખે છે.

26. મનોજ કુમાર –

Image Source

મનોજ કુમારે ફિલ્મોમાં આવીને ભલે પોતાનું નામ બદલી નાખ્યું હોય, પણ જેમ ફિલ્મોમાં તેમને પૂર્વના ધર્મ અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કર્યું હતું, તેમનું સાચું નામ પણ એવું જ છે – હરિકૃષ્ણ ગિરી ગૌસવામી. તેમને ફિલ્મોમાં પોતાનું નામ બદલીને મનોજ કુમાર કરી નાખ્યું હતું.

27. નરગીસ –

Image Source

માત્ર 6 વર્ષની ઉંમરે ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસનું નામ ફાતિમા રાશિદ હતું. તેમના પિતા રાવલપિંડીના બ્રાહ્મણ હતા અને તેમને પછીથી ઇસ્લામ અપનાવી લીધો હતો. તેમને ફિલ્મ મધર ઇન્ડિયામાં તેમના અભિનય માટે ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો.

28. રિતિક રોશન –

Image Source

રિતિકનું સરનેમ રોશન નથી અને તેમનું સાચું નામ રિતિક નાગરથ છે, પણ તેમના દાદા રોશનલાલ નાગરથના પહેલા નામને તેમના આખા પરિવારે સરનેમ તરીકે લખવા લાગ્યા અને એટલે જ રિતિક રોશન થઇ ગયા.

29. ગોવિંદા –

Image Source

પોતાની કારકિર્દી શરુ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં 120થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ગોવિંદાનું પણ સાચું નામ એ નથી જે નામથી આપણે તેમને ઓળખીયે છીએ. ઘણા ઓછા લોકો જાણે છે કે તેમનું સાચું નામ ગોવિંદ અરુણ આહુજા છે.

30. મધુબાલા –

Image Source

ફિલ્મ મુઘલ-એ-આઝમમાં અનારકલીના અભિનયથી ખૂબ જ ચર્ચામાં આવેલી અભિનેત્રી મધુબાલાની સુંદરતા આજે પણ ઘણા લોકોના મનમાં વસેલી છે. આપણે તેમને એક લાડકી ભીગી ભાગી સી ગીતમાં પણ જોઈએ છીએ. તેમનું સાચું નામ મુમતાઝ જહાં દેહલવી હતું.

31. મિથુન ચક્રવર્તી –

Image Source

ડિસ્કો ડાન્સર તરીકે ઓળખાતા બોલીવૂડના આ અભિનેતાનું જન્મનું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું. ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે ફિલ્મોમાં આવતા પહેલા આપણા સૌના આ ફેવરેટ અભિનેતા એક નક્સલવાદી હતા.

32. જોન અબ્રાહમ –

Image Source

જોન અબ્રાહમ એટલે લાંબા વાળ વાળો બાઈક પર દેખાતો હીરો , પણ જરા વિચારો કે જો એના મૂળ નામથી એ ફિલ્મોમાં આવતે તો શું આપણને એ પસંદ આવતે જેટલા અત્યારે આપણને પસંદ છે? જોન અબ્રાહમનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે.

33. સંજીવ કુમાર –

Image Source

સંજીવ કુમાર પણ એવા અભિનેતાઓમાંના એક છે જેમણે વિચાર્યું હશે કે તે પોતાના અસલ નામથી તે ક્યારેય બોલીવુડમાં સ્ટાર બની શકશે નહીં. તેથી તેઓએ નામ બદલી નાખ્યું. તેમનું અસલી નામ હરીભાઇ ઝરીવાલા હતું.

34. આમિર ખાન –

Image Source

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા અભિનેતા આમિર ખાનનું પણ સાચું નામ બદલવામાં આવ્યું છે, તેમનું સાચું નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે. શાહરૂખ-સલમાનથી પણ સિનિયર આમિરની પહેલી ફિલ્મ ‘હોળી’ 1984માં આવી હતી.

35. અશોક કુમાર –

Image Source

બોલિવૂડમાં દાદામુનિના નામથી જાણીતા થયેલા અભિનેતા અશોક કુમારે પોતાના અભિનયથી હિન્દી સિનેમામાં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. ફિલ્મોમાં આવ્યા પછી અશોક કુમારે પણ નામ બદલ્યું. તેમનું અસલી નામ કુમુદલાલ કુંજીલાલ ગાંગુલી હતું.

36. જોની વૉકર –

Image Source

યાદગાર હાસ્ય અભિનેતા જોની વૉકરનું સાચું નામ કંઈક જુદું જ હતું – તેમનું સાચું નામ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી છે. તેમનો જન્મ 1920માં ઈંદોરમાં થયો હતો અને ફિલ્મોમાં દેખાતા પહેલા BESTની બસોમાં કામ કરતા હતા.

37. મીનાકુમારી –

Image Source

હિન્દી સિનેમાની ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી મીના કુમારીનો જયારે જન્મ થયો, ત્યારે તેનું નામ મહજબીન બાનુ હતું. તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘પાકિઝા’ ફેબ્રુઆરી 1972 માં રિલીઝ થઈ હતી અને માર્ચમાં તેમનું અવસાન થયું હતું.

38. ગુરુ દત્ત –

Image Source

ભારતીય સિનેમામાં જેટલા પણ મહત્વપૂર્ણ ફિલ્મકારો છે તેઓ માટે ગુરુ દત્ત એક ખૂબ જ મોટી પ્રેરણા છે. હિન્દી સિનેમાની ક્લાસિક કહેવાય એવી ફિલ્મો તેમને બનાવી હતી. પણ તેમનું સાચું નામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ હતું, જે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે.

39. શમ્મી કપૂર –

Image Source

ફિલ્મી ગીતોમાં ગજબ લિપ સિંક અને ડાન્સ-એક્ટિંગ શમ્મી કપૂરનું હતું, એટલું કદાચ બીજા કોઈનું જોવા મળ્યું નહોતું. 1931માં જન્મેલા કશ્મીર કી કલી વાળા અભિનેતા શમ્મી કપૂરનું સાચું નામ શમશેર રાજ કપૂર હતું. તે ભારતના એલ્વિસ પ્રેસલી તરીકે પણ ઓળખાતા હતા.

40. ચંકી પાંડે –

Image Source

ચંકી પાંડે એ કલાકારોમાંથી એક છે જેમને આપણે ક્યારેય સિરિયસલી લેતા નથી, અને એમાં કદાચ તેમના નામનો પણ મોટો ફાળો છે. જણાવી દઈએ કે તેમનું સાચું નામ સુયશ શરદ પાંડે છે. સાચું નામ જાણ્યા પછી શું હવે તેમને સિરિયસલી લેશો?

41. દેવ આનંદ –

Image Source

હિન્દી સિનેમામાં પોતાની 60 વર્ષની કારકિર્દીમાં તેમને અભિનેતા, ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે કામ કર્યું અને તેઓ તેમના અભિનયના કારણે ખૂબ જ જાણીતા બન્યા હતા. તેમનું સાચું નામ ધરમ દેવદત્ત પિશોરીમલ આનંદ હતું.

42. રાજ કુમાર –

Image Source

ફિલ્મોમાં પોતાના ડાયલોગથી સામેવાળાનું અપમાન કરીને મારનારા અભિનેતા રાજ કુમારને આજે પણ લોકો યાદ કરે છે. તેમનો જન્મ બલુચિસ્તાનમાં થયો હતો, તેઓ મૂળે કાશ્મીરી પંડિત પરિવારથી હતા અને તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું.

43. નાના પાટેકર –

Image Source

નાના પાટકરના નામમાં નાના પહેલા ન હતું અને આજે દરેક વ્યક્તિ તેમને નાના પાટકરના નામે જ જાણે છે. પણ તેમની સાચું નામ બોલવામાં આવે તો કદાચ કોઈને પણ ખબર નહિ હોય, તેમનું મૂળ નામ વિશ્વનાથ પાટેકર છે.

44. રિના રોય –

Image Source

કાલીચરણ, નાગિન અને ગુલામી જેવી ફિલ્મોની અભિનેત્રી રિના રોયનું અસલ નામ સાયરા ખાન હતું. પોતાના સમયની તેઓ ફિમેલ ઓરિએન્ટેડ રોલ્સ અને ગ્લેમરસ રોલ્સ કરનારી અભિનેત્રી હતી. તેમને પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કાર્ય હતા.

45. સુનિલ દત્ત –

Image Source

સંજય દત્તના પિતા સુનિલ દત્ત જયારે ફિલ્મોમાં આવ્યા ત્યારે આઉટસાઈડર હતા. તેમને પોતાનું નામ બદલ્યું, તેમનું સાચું નામ બલરાજ હતું. તેમને મધર ઇન્ડિયામાં નોંધપાત્ર કામ કર્યું હતું અને નરગીસ સાથે લગ્ન કર્યા હતા.

46. ડેની ડેનઝોન્ગપા –

Image Source

હિન્દી ફિલ્મોના સૌથી અનુશાસિત અભિનેતામાંના એક ડેની ડેનઝોન્ગપાની અટકનું ઉચ્ચારણ સરળ નથી પરંતુ તેમનું અસલી નામ પણ સરળ નથી. તેનું અસલી નામ શેરિંગ ફિન્સો ડેનઝોન્ગપા છે. FTII, પુણેમાં તેની સાથે ભણતા ખૂબ જ સારા મિત્ર, જયા બચ્ચને તેનું નામ ડેની રાખ્યું હતું.

47. નગમા –

Image Source

1990માં સલમાન ખાન સાથે ફિલ્મ બાગીથી ડેબ્યુ કરનાર નગ્મા મોટા ભાગે સાઉથની તેમની ફિલ્મોને કારણે જાણીતી છે. તેનો જન્મ બોમ્બેમાં થયો હતો અને તેનું નામ નંદિતા અરવિંદ મોરારજી રાખવામાં આવ્યું હતું.