મનોરંજન

શું તમે જાણો છો ધર્મેન્દ્રના મોટા દીકરાનું અસલી નામ, કરીના કપૂરના પતિને લઈને પણ સામે આવી આ હકીકત

આ 21 સેલિબ્રિટીનું સાચું નામ જાણીને ચકિત થઇ જશો

મોટાભાગે લોકો બોલીવુડના પોતાના ફેવરિટ કલાકારો વિશે દરેક વસ્તુ જાણવાની ઉત્સુકતા રાખતા હોય છે. જેમ કે તેઓની લાઈફસ્ટાઇલ, શોખ, બાળકો-પરિવાર,વગેરે. જો કે લોકોને પોતાના પ્રિય કલાકારની જીવનશૈલી વિશે તો મોટાભાગની જાણકારી હોય જ છે પણ આજે અમે તમને આ કલાકારોના અસલી નામ વિશે જણાવીશું, જેના વિશે તમને કદાચ ખબર નહીં હોય. અમુક કલાકારોએ જ્યોતિષોના આધાર પર નામ બદલાવ્યા તો અમુક ફેમસ થવા માટે પોતાના નામ બદલાવીને બોલીવુડમાં આવ્યા હતા. આવો તો જાણીએ કે બૉલીવુડ કલાકારોના સાચા નામ શું છે.

Image Source

1. અજય દેવગન:
બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા અજય દેવગનનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે. તેમણે પોતાનું નામ એટલા માટે બદલીને અજય કર્યું કેમ કે તેનું અસલી નામ ખુબ સામાન્ય લાગતું હતું.

Image Source

2. અક્ષય કુમાર:
બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા છે. ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમાર વેઈટરથી માંડીને ઘણી નોકરી કરી ચુક્યા હતા. ફિલ્મોમાં આવતા જ તેણે પોતાનું નામ બદલાવ્યું હતું.

Image Source

3. ચંકી પાંડે:
મોટાભાગે ફિલ્મોમાં કૉમેડિયનના સ્વરૂપે અભિનય કરનારા ચંકી પાંડેનું અસલી નામ સુયશ સરદ પાંડે હતું. ફિલ્મોમાં આવતા જ તેણે નામ બદલી નાખ્યું હતું.

Image Source

4. જૉની લીવર:
મૂળ સાઉથના વતની જૉની લીવરનું સાચું નામ જૉન પ્રકાશ રાવ જનુમાલા હતું. જૉનીના પિતા એક કંપનીમાં કામ કરતા હતા જ્યા એકવાર તેમણે સ્ટેજ શો કર્યો હતો. જેના પછી તેમણે નામ બદલાવીને જૉની લીવર રાખ્યું હતું.

Image Source

5. ટીના આહુજા:
અભિનેતા ગોવિંદાની દીકરી ટીના આહૂજાનું સાચું નામ નર્મદા આહુજા છે. નર્મદા પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુકી છે અને તે ટીનાના નામથી જ જાણવામાં આવશે.

Image Source

6. તબ્બુ:
અભિનેત્રી તબ્બુનું અસલી નામ તબસ્સુમ હાશ્મી ખાન છે. આ નામ બોલવામાં ખુબ મોટું હોવાથી તેણે નામ બદલીને તબ્બુ રાખ્યું હતું.

Image Source

7. સની લિઓની:
સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલી સની લિઓનીનું અસલી નામ કરનજિત કૌર બોહરા છે.

8. રજનીકાંત:
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા રજનીકાંત બસ કંડકટરની નોકરી કરતી હતા. અને તેની ટિકિટ કાપવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને એક ફિલ્મમેકરે તેને ફિલ્મની ઓફર આપી દીધી હતી.

Image Source

9. મલ્લિકા શૈરાવત:
બોલિવુડની હોટ અને સુંદર મર્ડર ગર્લ એટલે કે અભિનેત્રી મલ્લિકા શૈરવાતનું અસલી નામ રીમા લાંબા છે.

Image Source

10. કમલ હાસન:
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતા અભિનેતા કમલ હાસનનું અસલી નામ અલવરપેટ્ટાઈ આંડાવાર છે. કમલ હસનની બંન્ને દીકરીઓ શ્રુતિ અને અક્ષરા હાસન પણ ફિલ્મોમાં કાર્યરત છે.

Image Source

11. સૈફ અલી ખાન:
પટૌડી ખાનદાનના નવાબ અભિનેતા સૈફ અલી ખાનનું અસલી નામ સાજીદ અલી ખાન છે. ફિલ્મોમાં આવતા જ તેણે નામ બદલી નાખ્યું હતું.

Image Source

12. ટાઇગર શ્રોફ:
જૈકી શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફનું સાચું નામ હેમંત શ્રોફ છે. તેનું આ નામ રાખવા પાછળ એક રોચક કહાની પણ છે. નાનપણમાં ટાઇગરને પ્રાણિઓની જેમ કાટવાની, નોચવાની ખુબ આદત હતી માટે તેનું નામ ટાઇગર રાખવામાં આવ્યું.

Image Source

13. આયુષ્માન ખુરાના:
આયુષ્માનનું નામ પહેલા નિશાંત ખુરાના હતું. આયુષ્માનના પિતા પોતે જ એક જ્યોતિષકાર હતા માટે તેમણે જ્યોતિષના આધાર પર નામ બદલાવ્યું જેથી આયુષ્માન પોતાના જીવનમાં ખુબ સફળ થઇ શકે.

Image Source

14. બૉબી દેઓલ:
બૉબી દેઓલનું અસલી નામ વિજય સિંહ દેઓલ હતું જેના પછી તેણે પોતાનું નામ બદલીને બૉબી રાખ્યું હતું. લાંબા સમયથી બોલીવુડથી દૂર બૉબીની વેબ સિરીઝ આશ્રમને ખુબ સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

Image Source

15. જૈકી શ્રોફ:
જૈકી શ્રોફનું અસલી નામ જય કિશન કાકુભાઇ શ્રોફ છે, આ નામ ખુબ જુના જમાનાનું લાગતું હતું માટે તેણે નામ બદલીને જૈકી શ્રોફ કર્યું.

Image Source

16. મિથુન ચક્રવર્તી:
મિથુનનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. ફિલ્મોમાં આવતા જ તેમણે પોતાનું નામ બદલીને મિથુન રાખ્યું હતું.

Image Source

17. રેખા:
સદાબહાર અભિનેત્રી રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. આ નામ બોલવામાં ખુબ મોટું લાગતું હતું  માટે ફિલ્મોમાં આવતા જ તેણે નામ બદલીને રેખા કર્યું હતું.

Image Source

18. કૈટરીના કૈફ:
વિદેશી બોલીવુડની અભિનેત્રી  કૈટરીના કૈફનું સાચું નામ કૈટરીના ટરક્યુટે છે. કૈટરીનાની માતાનું નામ સુઝૈન ટરક્યુટે અને પિતાનું નામ મોહમ્મદ કૈફ હતું.

Image Source

19. મહિમા ચૌધરી:
બોલીવુડમાં પરદેશ, ધડકન, જેવી દમદાર ફિલ્મોથી હિટ થયેલી અભિનેત્રી મહિમા ચૌધરીનું અસલી નામ રીતુ ચૌધરી છે.

Image Source

20. જૉન અબ્રાહમ:
બોલીવુડના ફિટ અને હેન્ડસમ અભિનેતા જૉન અબ્રાહમનું અસલી નામ ફરહાન અબ્રાહમ છે. ફિલ્મોમાં આવતા પહેલા જૉન આ જ નામથી ઓળખવામાં આવતા હતા.

Image Source

21. રાજકુમાર રાવ:
ફિલ્મોમાં આવતા જ પોતાનું અનોખું નામ બનાવનારા અભિનેતા રાજકુમાર રાવનું અસલી નામ રાજકુમાર યાદવ છે.