ભક્તિ ગીત ગાવા પર કટ્ટરપંથીઓના નિશાના પર આવી ઇન્ડિયન આઇડલ ફેમ ફરમાની, બોલી- ગરીબી ઝેલી, સાસરાવાળાએ કાઢી મૂકી, ત્યારે ક્યાં હતા વિરોધીઓ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ દરમિયાન સર્વત્ર ભોલાબાબાના ભજનો ગુંજી રહ્યા છે. પરંતુ એક ગીત જેને સૌથી વધુ સાંભળવામાં આવા રહ્યુ છે તે છે ‘હર હર શંભુ’. કાવડ યાત્રા દરમિયાન આ ભજન જબરદસ્ત હિટ થયું છે. તમને જણાવી દઈએ કે આ ભજન યુટ્યુબ સિંગર ફરમાની નાઝ દ્વારા તેના સુરીલા અવાજમાં ગાવામાં આવ્યુ છે. આ ભજન સાંભળીને એક તરફ લોકો ભક્તિમાં લીન થઈ રહ્યા છે તો બીજી તરફ તેના પર વિવાદ પણ ઘેરો બની રહ્યો છે. વાસ્તવમાં ‘હર હર શંભુ’ ગીત ગાઈને ફરમાની નાઝ મુસ્લિમ કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગઈ છે. આ ભજનને કારણે દેવબંદી ઉલેમા ફરમાનીથી નારાજ થઈ ગયા છે. ફરમાની નાઝ ઉત્તર પ્રદેશના મુઝફંજર જિલ્લાના એક નાનકડા ગામ મોહમ્મદપુર માફીની રહેવાસી છે.

વર્ષ 2017માં તેના લગ્ન મેરઠના છોટા હસનપુર ગામના ઈમરાન સાથે થયા હતા. લગ્ન પછી ફરમાની નાઝનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેને તેના સાસરિયાના ઘરેથી ટોણા મળવા લાગ્યા. પુત્રનો જન્મ થયો, તે પછી પણ પરિસ્થિતિ બદલાઈ નહીં, તેથી તે તેના પિતાના ઘરે પાછી આવી ગઇ. ત્યાં પતિએ બીજી જગ્યાએ લગ્ન કરી લીધા. દેવબંદી મૌલવીઓ દ્વારા ફરમાનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિશે મીડિયા સાથે વાત કરતાં ફરમાનીની માતા ફાતિમાએ જણાવ્યું કે સાસરિયાં તેની સફળતાને કારણે આ બધું કરી રહ્યા છે. તેની પુત્રી તેના પુત્રનું ઘણુ ધ્યાન રાખે છે, નમાઝ પણ વાંચે છે અને ઉપવાસ પણ રાખે છે.

માતાએ જણાવ્યું કે તે તેના બાળકને ઉછેરવા માટે આ બધું કરી રહી છે. તે ભક્તિ ગીતો અને કવ્વાલી પણ ગાય છે. કેટલાક લોકોને આ વાત પસંદ નથી. બીજી તરફ ફરમાની નાઝે કહ્યું કે તે એક કલાકાર છે અને તેણે તમામ પ્રકારના ગીતો ગાવાના હોય છે. જણાવી દઈએ કે મૌલાના મુફ્તી અરશદ ફારૂકીએ ફરમાની નાઝનું નામ લીધું હતું અને કહ્યું હતું કે મુસલમાનોએ અન્ય કોઈ પણ ધર્મને ઓળખવાના કાર્યોથી દૂર રહેવું જોઈએ. કારણ કે ઇસ્લામ ધર્મમાં આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ છે.મુસ્લિમોએ બિન ઇસ્લામિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.

ફરમાની કહે છે કે શરૂઆતમાં તેણે પોતાની પાસે રહેલ થોડા દાગીના વેચી દીધા અને બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું, પરંતુ થોડા દિવસોમાં પૈસા સમાપ્ત થઈ ગયા. રાહુલ મુલ્હેરાએ ફરમાનીને મહિને 25,000 રૂપિયાનો પગાર તેમજ બાળકની સારવાર અને બાળકના દૂધનો સંપૂર્ણ ખર્ચ આપ્યો. અલગથી ચૂકવણી કરવાનું પણ વચન આપ્યું હતું. આ પછી ફરમાની નાઝનું એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેનું પહેલું ગીત ચૂલા પર રેકોર્ડ થયું હતું. આ વીડિયોને ત્રણ દિવસમાં 10 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. આ પછી એક પછી એક ઘણા ગીતો રેકોર્ડ કર્યા અને ફરમાની નાઝ લોકપ્રિય થઈ ગઇ.

2020માં રાહુલે તેની યુટ્યુબ ચેનલનું નામ બદલીને ફરમાની નાઝ સિંગર રાખ્યું. 2020માં ફરમાની નાઝ કુમાર સાનુ સાથે બોલિવૂડ ગીત ગાવા માટે મુંબઈ ગઈ હતી, જેના માટે તેને 45 હજાર રૂપિયા મળ્યા હતા. તેણે 2020માં ઈન્ડિયન આઈડલ માટે ઓડિશન આપ્યું હતું અને તે જ સમયે તેને ગોલ્ડન ટિકિટ મળી હતી, પરંતુ તેના પુત્રની સારવાર છેલ્લી ઘડીએ શરૂ થઈ હતી, જેના કારણે તે મુંબઈ જઈ શકી ન હતી. બાળકની સારવાર બાદ ફરમાનીના જીવનમાં ખુશીનો માહોલ હતો.ફરમાનીનું ગીત એક પછી એક સુપરહિટ બની રહ્યું હતું. રાહુલે તેનો પગાર વધારીને 35 હજાર કર્યો. આ સમય દરમિયાન રાહુલે નાઝ ભક્તિ, નાઝ નજમ અને નાઝ મ્યુઝિક નામની વધુ ત્રણ યુટ્યુબ ચેનલો શરૂ કરી.

ઓક્ટોબર 2019માં ફરમાની નાઝ પાસે તેના પુત્રને ખવડાવવા માટે પૈસા ન હતા. તેણે 2022 સુધીમાં તેના લગ્નના દહેજમાં આપવામાં આવેલી લગભગ 8 લાખ રૂપિયાની લોન ચૂકવી દીધી. આ સાથે જ તેણે માતૃગૃહમાં પોતાનું ઘર બનાવ્યું, જેના પર લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. હવે ફરમાની નાઝ ખતૌલીમાં પોતાનું ઘર બનાવવાની યોજના બનાવી રહી છે. ફરમાની નાઝ માટે રાહુલે ખતૌલીમાં એક સ્ટુડિયો પણ બનાવ્યો છે જેની કિંમત લગભગ 1 કરોડ છે એટલે કે ત્રણ વર્ષમાં જ ફરમાની અર્શ પરથી ફર્શ સુધી પહોંચી ગઈ છે. ફરમાનીના પુત્રનું નામ મોહમ્મદ અર્શ છે. અર્શને ગળાની બિમારી હતી, તેના ગળામાં જન્મ સમયથી જ કાણુ હતુ.

તેની સારવાર માટે ફરમાની નાઝે પૈસાની વ્યવસ્થા કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કર્યું. તેને ગાવાનો શોખ છે. અહેવાલો અનુસાર, એક દિવસ ફરમાની એક ગીત ગાઈ રહી હતી અને ત્યારે ગામના રાહુલ નામના એક યુવકે તેને રેકોર્ડ કરીને યુટ્યુબ પર મૂકી દીધુ. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને તે વાયરલ પણ થઇ ગયુ હતુ. આ પછી ફરમાનીએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. ફરમાની નાઝે પ્રખ્યાત રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સીઝન 12માં ભાગ લીધો. આ દરમિયાન, ફરમાની નાઝે શોમાં પોતાની શાનદાર ગાયકીથી પ્રખ્યાત ગાયકો નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીને પોતાના ચાહક બનાવી દીધા હતા.

જો કે પુત્ર અર્શની તબિયત બગડવાને કારણે ફરમાનીએ શો અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવું પડ્યું હતું. હવે તે પોતાના હર હર શંભુ ગીતને લઈને ચર્ચામાં છે. યુટ્યુબ પર ફરમાનીના 3.84 મિલિયન સબસ્ક્રાઇબર્સ પણ છે. તેના દ્વારા ગાયેલા હર હર શંભુ ગીતને 37 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે.ફરમાનીને જારી કરાયેલા ફતવામાં મૌલવીઓએ કહ્યું છે કે તેઓ પોતાના પાપ માટે પસ્તાવો કરે. આ અંગે ફરમાનીએ કહ્યું, ‘જ્યારે મારા પતિએ બીજા લગ્ન કર્યા ત્યારે મારું દુ:ખ કોઈએ જોયું ન હતું. હવે જ્યારે હું ગીત ગાઈને બાળકને ખવડાવી રહી છું ત્યારે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.

Shah Jina