“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ના અસલી માલિક કોણ છે જાણો, ખૂબ જ ફેમસ છે દુકાન

એક એવી દુકાન જે શોને કારણે ટુરિસ્ટ સ્પોટ બની ગઇ- જુઓ અસલી માલિકની તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ કોમેડી અને લોકપ્રિય શો વર્ષ 2008થી પ્રસારિત થઇ રહ્યો છે. આ શોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવીને રાખી છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે.

દિલીપ જોશી વર્ષ 2008થી જેઠાલાલનું પાત્ર નિભાવી રહ્યા છે. શોમાં તેઓની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ નામની દુકાન છે. આ શોમાં તેઓ આ દુકાનના માલિક છે. ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’માં નટુકાકા અને બાઘા પણ છે. આ દુકામ લગભગ બધા એપિસોડમાં જોવા મળે છે. આ દુકાન રિયલમાં મુંબઇના ખારમાં સ્થિત છે.

રીપોર્ટ્સ અનુસાર, આ દુકાનના અસલી માલિકનું નામ શેખર ગડીયાર છે. તેઓ તેમની આ દુકાન શો માટે ભાડા પર આપે છે. પહેલા આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતુ. શેખર અનુસાર, ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ના નામથી ફેમસ આ દુકાનનું નામ ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ જ રાખી દેવામાં આવ્યુ.

દુકાનના માલિક શેખર જણાવે છે કે, દુકાન ભાડા પર આપતા પહેલા તેમને ડર લાગતો હતો કે તેમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે અને કોઇ શુટિંગ દરમિયાન કંઇ તૂટી ના જાય પરંતુ છેલ્લા 12 વર્ષોમાં એવુ કયારેય થયુ નથી કે તેની કોઇ આઇટમ પર સ્ક્રેચ આવ્યો હોય.

તેઓ વધુમાં જણાવે છે કે, તેમના ત્યાં ગ્રાહકો કરતા પર્યટકો વધુ આવે છે. તેઓ ભલે કંઇ વસ્તુઓની ખરીદી ના કરે પરંતુ દુકાન સાથે તસવીર ઘણી ક્લિક કરાવે છે. તેઓ તેમના સંબંધીઓને પણ વીડિયો કોલ કરી અહીં હોવાની સાબિતી આપે છે.

દિવ્યભાસ્કર સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન ઓરિજિનલ માલિકે કહ્યુ હતુ કે એક દિવસ તેમના મિત્રે એક આખો દિવસ દુકાનમાં શૂટ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. તેમના માટે આ બિઝનેસ છે અને તે એક દિવસ દુકાન બંધ રાખી શકી નહીં.

તે સમયે તેમને બે વાત ધ્યાનમાં લીધી હતી, પહેલી તેમના ગ્રાહકોને આને કારણે તકલીફ પડવી જોઈએ નહીં તમને જણાવી દઇએ કે, આજથી 12 વર્ષ પહેલા શોની ટીમની નજર આ દુકાન પર પડી હતી જે મુંબઇના ખાર સ્થિત છે અને જે ન્યુલી રીનોવેટ થઇ રહી હતી. તેમણે ઓનર શેખર ગડીયારથી એક દિવસનુ શુટિંગ કરવાની પરવાનગી માંગી પરંતુ એક એપિસોડની જગ્યાએ તો આ દુકાન તો જેઠાલાલની ‘ગડા ઇલેકટ્રોનિક્સ’ના નામે જ જાણિતી બની ગઇ.

અને એજ કારણે આ દુકાનના અસલી માલિક શેખર ગડિયારે દુકાનનું નામ ‘ગડા ઇલેકટ્રોનિક્સ’ જ રહેવા દીધુ, તો આવી રીતે પડ્યુ શેખર ગડીયારની દુકાનનું નામ ‘ગડા ઇલેકટ્રોનિક્સ’… જોઠાલાલની આ દુકાનમાં જે પણ ઇલેક્ટ્રોનિક્સનો સામાન બતાવવામાં આવે છે તે બધો જ અસલી હોય છે અને શુટિંગ કરતા સમયે તે ત્યાં જ રહે છે પરંતુ અમુક આઇટ્મને શેખર ગડિયારની ગોડાઉનમાં જ રાખવામાં આવે છે,

હવે તમે એમ કહેશો કે શોમાં જેઠાલાલનું જે ગોડાઉન બતાવવામાં આવે છે તે પણ શેખર ગડિયારનું જ હશે તો તમને જણાવી દઇએ કે, બિલકુલ નહિ, આ શેખર ગડિયારનું ગોડાઉન નથી, પરંતુ જેઠાલાલનું જે ગોડાઉન શોમાં બતાવવામાં આવે છે તે ફિલ્મ સિટીમાં છે. શુટિંગ સમયે આ દુકાનનો કેટલોક સામાન શેખર ગડિયારના પોતાના ગોડાઉનમાં રાખવામાં આવે છે.

જો શુટિંગ સમયે શેખર ગડિયારની દુકાનમાં કોઇ કસ્ટમર આવે છે તો તેઓ ચાલુ શુટિંગે કેવી રીતે તેમને મેનેજ કરે છે ? આ બાબતે તેઓ જણાવે છે કે, કસ્ટમર સમજે છે અને તેઓ સામેથી જ કહે છે શુટિંગ ચાલુ છે તો અમે પછી આવીએ.

Shah Jina