સુરતમાં ભાઈનું મોત થતા ગામમાં પોતાના ઘરે લાવ્યા, આઘાતમાં ભાઈએ પણ તોડ્યો દમ, એક સાથે નીકળી બંનેની અંતિમ યાત્રા, આખું ગામ હીબકે ચઢ્યું

આંગણેથી ઉઠી બંને સગા ભાઈઓની અર્થી, નાનાની મોત પર ઘરે આવેલા મોટા ભાઈએ પણ તોડ્યો દમ, ફફડી ઉઠ્યું આખું ગામ

ઘણીવાર કેટલીક એવી દુર્ઘટનાઓ બનતી હોય છે જેના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ જતો હોય છે. જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી હોતું અને જયારે પરિવારમાં કોઈ સદસ્યનું મોત થાય છે  ત્યારે આખા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડતો હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સમયે આવી છે જેમાં પરિવારના એક સદસ્યના મોતના કારણે બીજા સદસ્યનું પણ મોત નીપજ્યું અને બંનેની એક સાથે અંતિમ યાત્રા યોજાઈ.

આ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે, રાજસ્થાનના બાડમેરમાંથી. જ્યાં બે સગા ભાઈઓના મોતને કારણે આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નાના ભાઈના મોત બાદ મોટો ભાઈ ઘરે પહોંચ્યો હતો અને પાણીની ટાંકીમાં પડી જતાં તેનું પણ મોત થયું હતું. જ્યારે બંને ભાઈઓની અર્થી ઘરેથી નીકળી ત્યારે પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું. બંને ભાઈઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલો બાડમેરના સિંધરી શહેરના હોડુ ગામનો છે.

મળતી માહિતી મુજબ, હોડુ ગામના સરન કા તાલાનો રહેવાસી 26 વર્ષીય સુમેર સિંહ ગુજરાતના સુરતમાં નોકરી કરતો હતો. 10 જાન્યુઆરી મંગળવારે પગ લપસવાને કારણે તે છત પરથી નીચે પડી ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન સુમેરસિંહનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ગામ લાવવામાં આવ્યો હતો. નાના ભાઈના અવસાનથી મોટાભાઈ સોહનને ગામમાં બોલાવવામાં આવ્યો હતો.

બુધવારે સવારે સોહન સિંહ ઘરથી થોડે દૂર આવેલી ટાંકીમાંથી પાણીની ડોલ ભરી રહ્યો હતો, ત્યારે તે અચાનક તેમાં પડી ગયો અને તેનું મોત થયું. પિતાની નાદુરસ્ત તબિયતના બહાને સોહનસિંહને ગામમાં બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર પર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. જ્યારે સોહન લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો તો પરિવારના સભ્યો ટાંકી પાસે ગયા અને જોયું કે તેનો મૃતદેહ પાણીમાં તરતો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને મામલાની તપાસ શરૂ કરી.

ગામના વડીલોએ જણાવ્યું કે બંને ભાઈઓ વચ્ચે સારો તાલમેલ હતો. સોહમ સિંહ ભણવામાં હોંશિયાર હતો અને સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. નાનો ભાઈ સુમેર મોટા ભાઈ સોહનના ભણતરનો ખર્ચ ઉઠાવતો હતો. સિંધરી પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, સુરતમાં છત પરથી પડી જવાથી એક ભાઈનું મોત થયું હતું. ત્યાં બીજો ભાઈ પાણીની ટાંકીમાં પડેલો જોવા મળ્યો હતો.

Niraj Patel