મનોરંજન

અસલ જીવનમાં ભાઈ-બહેન છે આ 5 સાઉથ ઇન્ડિયન સ્ટાર્સ, જાણીને વિશ્વાસ નહિ આવે

બૉલીવુડ જે દેશમાં પોતાની ફિલ્મો દ્વારા રાજ કરી રહ્યું છે તો ખાન અને કપૂર પરિવારો પણ લોકોના દિલોમાં રાજ કરે છે. જો કે આ મામલામાં સાઉથની ફિલ્મો પણ કોઈથી પાછળ નથી.

એવામાં આજે અમે તમને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ભાઈ-બહેનોની જોડી વિશે જણાવીશું, જેઓ આજે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ધમાલ કરી રહ્યા છે.

લોકપ્રિયતાના મામલે તેઓ માત્ર દક્ષિણ ભારતમાં જ નથી આખા દેશમાં અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ભાઈ-બહેનોની જોડીઓ છે, કે જેમાંથી કોઈ હિટ છે તો કોઈ ફ્લોપ છે.

Image Source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાય સ્ટાર્સ છે કે જેમના સંબંધો સાગા ભાઈ-બહેનના છે. જેમ કે કદાચ જ તમે જાણતા હશો કે ચિરંજીવી અને પવન કલ્યાણ બંને સગા ભાઈઓ છે, પરંતુ ચિરંજીવીની ગણતરી સુપરસ્ટારમાં કરવામાં આવે છે, જયારે પવન પોતાના મોટા ભાઈની જેમાં સફળ થઇ શક્ય નથી. જો કે બંનેનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત છે.

રામ ચરણ અને અલ્લુ અર્જુન:

Image Source

સુપરસ્ટાર રામ ચરણ અને અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અને લોકપ્રિય અભિનેતા છે, અને એકબીજાના પિતરાઈ ભાઈ છે પણ તેઓની બોન્ડિંગ સગા ભાઈઓ જેવી જ છે. રામચરણ તેજાના પિતા ચિરંજીવી અલ્લુ અર્જુનના કાકા થાય છે, માટે બંને એકબીજાના ભાઈઓ થાય છે.

શ્રુતિ હસન અને અક્ષરા હસન:

Image Source

શ્રુતિ હસન એક લોકપ્રિય અભિનેત્રી છે તેમણે રામૈયા વસ્તાવૈયા, જેવી સુપરહિટ ફિલ્મો કરી છે, જણાવી દઈએ કે શ્રુતિ હસન અને અક્ષરા હસન બંને સગી બહેનો છે અને બંને સાઉથના સુપરસ્ટાર કમલ હસનની દિકરીઓ છે.

નાગા ચૈતન્ય અને અખિલ ઇક્કાની:

Image Source

નાગા ચૈતન્ય અને અખિલ બંને એકબીજાના સાવકા ભાઈ છે જો કે બંને વચ્ચેના પ્રેમમાં ક્યારે પણ કમી જોવા મળતી નથી. બંને એકબીજાને ફિલ્મી કારકિર્દી બનાવવા માટે ખુબ મદદ પણ કરે છે, આ બંને સુપરસ્ટાર નાગાર્જુનના દીકરાઓ છે.

કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ:

Image Source

કાજલ અગ્રવાલને બૉલીવુડમાં સિંઘમ ફિલ્મ દ્વારા એન્ટ્રી મળી હતી, જો કે સાઉથમાં કાજલ ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે અને નિશાની ફિલ્મો કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જણાવી દઈએ કે આ બન્ને સગી બહેનો છે.

સૂર્યા અને કાર્થી:

Image Source

સૂર્યા અને કાર્થી બંનેને તમે ઓળખતા જ હશો અને બંને પોતાના દબંગ લુકને લીધે પણ ખુબ જ લોકપ્રિય છે. ફિલ્મોમાં તેઓ મોટાભાગે એક્શન કરતા જોવા મળે છે. પણ તમને જણાવી દઈએ કે આ બંને ભાઈઓ છે.