જ્યોતિષ શાસ્ત્ર

હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન, નહિ તો થઇ શકે છે મોટું નુકશાન

દિવસમાં ગમે તેટલી વખત હનુમાન ચાલીસા કરતા હોવ પણ જો આ ભૂલ કરશો તો હનુમાન આપશે દંડ

આપણે સૌ જણાએ છીએ એ પ્રમાણે હનુમાન ચાલીસામાં ખુબ જ શક્તિ રહેલી છે અને માટે જ આજે કળિયુગમાં પણ જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો બજરંગબલી તેમની કૃપા દૃષ્ટિ આપણા ઉપર જરૂર કરે છે. પરંતુ ઘણા લોકો માત્ર કરવા ખાતર જ હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે, અને કેટલીક ભૂલો પણ કરી બેસતા હોય છે જેના કારણે ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે, તેમજ હનુમાનજીની કૃપા પણ મળતી નથી, આજે અમે તમને હનુમાન ચાલીસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જણાવીશું, જો એ બાબતો તમે યોગ્ય રીતે આચરણમાં લેશો તો હનુમાનજીની કૃપા તમારા ઉપર ચોક્કસ વરસશે.

Image Source

સ્પષ્ટ ઉચ્ચારણ કરવું:
મોટાભાગે આપણે મંદિરમાં કે ઘરમાં હનુમાન ચાલીસા કરતા લોકોને જોયા હશે કદાચ આપણે પણ કરતા હોઈશું, ત્યારે શરમના કારણે આપણે મનમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરતા હોઈએ છીએ, પરંતુ આમ કરવાથી હનુમાનજીની કૃપા નહિ મળે, હનુમાન ચાલીસાના પાઠ ખુલ્લા સ્વરે કરવા જોઈએ, મનની અંદર ક્યારેય ના કરવા તેમજ દોહા અને ચોપાઈનું ઉચ્ચારણ પણ સ્પષ્ટ પાને કરવું જોઈએ, ઉતાવળમાં કે કોઈ બીજા કારણસર ભૂલ ભરેલા શબ્દોનું ઉચ્ચારણ ના કરવું જોઈએ. થઇ શકે તો હનુમાન ચાલીસાના પાઠ કોઈ શાંત સ્થળે જઈને કરવા જોઈએ, જેના કારણે મનને પણ શાંતિ મળે અને યોગ્ય રીતે હનુમાન ચાલીસાના પાઠ પણ થઇ શકે.

Image Source

કેટલીવાર કરવા પાઠ:
મોટાભાગે આપણે શનિવાર અને મંગળવારના દિવસે જ હનુમાન ચાલીસાના પાઠ કરતા હોઈએ છીએ, પરંતુ જો તમે નિત્યક્રમે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તે ઘણું જ સારું છે. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત તો હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી તેમજ ઊનનું આસાન ગ્રહણ કરીને જ હનુમાન ચાલીસાના પાઠ કરવા ત્યારબાદ બપોરે અને રાત્રે સુતા પહેલા પણ પાઠ કરવા જોઈએ.

પ્રસાદનું રાખવું ધ્યાન:
હનુમાન ચાલીસ કરતી વખતે આપણે હનુમાનજીને ભોગ ધરાવીએ છીએ તે ભોગ બુંદી, ચણા અને ચણાનો જ ચઢાવવો જોઈએ, જેના કારણે હનુમાન દાદાની કૃપા તમારા ઉપર વહેલી વરસશે.

Image Source

મહિલાઓએ ધય્ન રાખવા જેવું:
હનુમાન દાદાને બ્રમ્હચારી કહેવામાં આવે છે માટે મહિલાઓ તેમને સ્પર્શ કરી નથી શકતી, કે ના સ્નાન કરાવી શકે છે, પરંતુ મહિલાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. પાઠ કરતી વખતે તેમને એક પાણીનો લોટો ભરીને સામે મૂકી દેવો અને પાઠ કાર્ય બાદ એ પાણી પ્રસાદીના રૂપે ગ્રહણ કરી લેવું જોઈએ.

પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવું;
જયારે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાની શરૂઆત કરો એ પહેલા તમારે ભગવાન શ્રી રામનું સમરણ કરવું જોઈએ. ભગવાન શ્રી રામના સ્મરણના કારણે હનુમાનજીની કૃપા જલ્દી મળે છે, કારણ કે હનુમાન દાદા ભગવાન શ્રી રામના પ્રિયભક્ત છે. અને તેમના પ્રભુની આરાધનાથી તેઓ પ્રસન્ન થાય છે.