જીવનશૈલી હેલ્થ

થોડા જ સમય પહેલા તરબૂચના કારણે બની એવી અવિસ્મરણીય ઘટના કે ખાતા પેહલા અવશ્ય વિચારવા પર મજબુર થઇ જશો

ઉનાળાની ઋતુનો પ્રારંભ થઇ ગયો છે અને અત્યારથી જ તાપમાન હાયતોબા મચાવી દે એટલું ગરમ થઇ ગયું છે. એટલે જ આ ગરમીથી બચવા માટે લોકોએ હવે ફળોનું સેવનની માત્રા પણ વધારી દીધી હશે અને એટલે જ બજારોમાં ફળો પણ વધુ વેચાવા લાગ્યા છે. ત્યારે ઉનાળામાં લોકો તરબૂચ પણ વધુ ખાવાનું શરુ કરી દીધુ છે. કારણ કે ગરમી સામે લડવા માટે આ ફળ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.

Image Source

પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બન્યો છે કે જે જાણીને તમે તરબૂચ ખરીદતા પહેલા બે વાર વિચારશો. વાત એમ છે કે એક મહિલાએ તેને ખરીદેલા તરબૂચમાંથી ઈન્જેક્શનની સોય નીકળવાની ફરિયાદ નોંધાવી છે. આ વાત આપણે જાણીએ જ છીએ કે હાલ દરેક ફળોને પકવવા માટે અને તેને તાજા રાખવા માટે કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે તરબૂચ વજન ઘટાડવાથી લઈને કિડની માટે સારું સાબિત થાય છે, પરંતુ આ કિસ્સામાં આ તરબૂચ જાનલેવા સાબિત થઇ શકે છે. કેમિકલ્સથી પકવવામાં આવેલા ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ કેમિકલ્સને કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. જણાવી દઈએ કે ફળોને જલ્દી પકવવા માટે એથલીન ગેસ અને કરબાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

Image Source

તો હવે જયારે પણ તમે બજારમાં જાઓ અને ફળો ખરીદો તો અમુક બાબતો ધ્યાનમાં રાખો:

  • જો કોઈ વેપારી તમને કોઈપણ ફળ સસ્તામાં આપતા હોય તો સમજી જાઓ કે આ ફળમાં કોઈ ગરબડ છે. કારણ કે ઓર્ગેનિક ફળો ખૂબ જ મોંઘા આવે છે.
  • હંમેશા ઓર્ગેનિક ફળો જ ખરીદવા કે જે કુદરતી રીતે જ પકવવામાં આવે છે. આ ફળો સ્વાસ્થ્યને નુકશાન નહિ પહોંચાડે.
  • ધ્યાન રાખો કે જયારે તમે ફળો ખરીદો છો ત્યારે જો આ ફળો પર કેમિકલ્સનો છંટકાવ કરવામાં આવ્યો હશે તો આ ફળોની છાલ પર તમને તેના ડાઘા ધ્યાનથી જોવા પર દેખાશે. આવા ફળો ન ખરીદવા.
  • કેમિકલ્સનો છંટકાવ કરવામાં આવેલા ફળોને ઘરે આવીને ખૂબ જ સારી રીતે સાફ કરીને, પાણીથી વ્યવસ્થિત ધોઈને  છાલ ઉતારીને જ ખાવા જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks