સિક્કા લઈને ગાડીઓ લેવા જતા ઘણા લોકોને જોયા, પણ આ ભાઈ તો દોઢ લાખનું પરચુરણ લઈને પહોંચ્યો આઈફોન લેવા માટે દુકાનમાં, જુઓ પછી શું થયું ?

દોઢ લાખના સિક્કા લઈને આ ભાઈ એપલ સ્ટોરમાં પહોંચ્યો આઈફોન ખરીદવા, સિક્કા ગણવાને લઈને દુકાનદાર સાથે થઇ માથાકૂટ, મામલો FIR સુધી પહોંચવાનો જ હતો કે… જુઓ વીડિયો

આઈફોન લેવાનું સપનું ઘણા લોકો જોતા હોય છે, કારણ કે આઈફોનથી લોકોને લાગે છે કે તેમની ઇમ્પ્રેશન અલગ પડતી હોય છે. પરંતુ આઈફોનની કિંમત એવી હોય છે જે સાંભળીને જ ઘણા લોકોના સપના તૂટી જતા હોય છે. પરંતુ હાલ એક વ્યક્તિ આઈફોન લેવા માટે પરચુરણ લઈને દુકાનમાં પહોંચ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

છેલ્લા થોડા સમયમાં ઘણા લોકો એવા જોવા મળ્યા હતા જે પરચુરણ લઈને બાઈક કે કાર લેવા માટે શો રૂમમાં પહોંચ્યા હોય, પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ પરચુરણ લઈને ફોન લેવા માટે જાય છે અને તે પણ જેવો તેવો ફોન નહિ આઈફોન. આના માટે તે દોઢ લાખ રૂપિયાનું પરચુરણ લઈને દુકાનમાં પહોંચ્યો હતો.

પરચુરણ લઈને આઈફોન લેવા માટે પહોંચેલા આ છોકરાનું નામ અમિત શર્મા છે. અમિત એક યુટ્યુબર છે અને તેની પાસે Crazy XYZ નામની યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ પર તેણે સિક્કાથી iPhone ખરીદવાનો વીડિયો અપલોડ કર્યો છે. જોકે, વીડિયોના અંતે તેણે કહ્યું કે આ એક મજાક હતી.

બે દિવસમાં આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોની શરૂઆતમાં અમિત તેના મિત્રો સાથે ઘણા બધા સિક્કા સાથે જોવા મળે છે. બધા સિક્કા તેની સામે બેગમાં, પાણી  ભરવાના વાસણમાં અને પોલીથીનમાં રાખવામાં આવે છે. વીડિયોમાં એપલ સ્ટોર પરથી iPhone 14 ખરીદ્યા બાદ અમિતને પેમેન્ટ વિશે વાત કરતા જોઈ શકાય છે.

જ્યારે દુકાનદાર તેને રોકડ ચુકવણી માટે પૂછે છે, ત્યારે તે તેની સામે સિક્કાઓનો ઢગલો રાખે છે. આ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સિક્કાની ગણતરીને લઈને દુકાનદાર અને ગ્રાહક વચ્ચે દલીલો થાય છે. દરમિયાન અમિત અને તેના મિત્રોએ સિક્કા જમીન પર મૂક્યા. અમિત કહે છે કે 84,000 રૂપિયાનું મોબાઈલનું બિલ લઈ લો અને બાકીના પૈસા પરત કરો.

તેના પર દુકાનદાર કહે છે કે આટલા સિક્કા કોણ ગણશે અને પછી સિક્કા ગણવાને લઈને દલીલ શરૂ થઈ. મામલો એફઆઈઆર દાખલ કરાવવાની હદે આવે છે. જોકે અંતે ઓનલાઈન પેમેન્ટ કરીને અમિતે મોબાઈલ લઈ લીધો હતો. તેમજ તેણે કહ્યું કે તે મજાક કરી રહ્યો હતો. તેનો હેતુ દુકાનદારને પરેશાન કરવાનો નહોતો. અમિતનો વીડિયો યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Niraj Patel