મેટ્રોની અંદર ઘુસી ગયું RCBના ચાહકોનું ટોળું અને પછી કરવા લાગ્યું એવું કામ કે લોકો બોલ્યા… “આવું કરવાથી તો RCB વાળા ક્યારેય નહીં જીતે…” જુઓ વીડિયો

મેટ્રો ટ્રેનમાં ઘૂસીને RCBના સમર્થકોએ કર્યું એવું કામ કે લોકો બોલ્યા, “આ મેટ્રો છે, ક્રિકેટનું મેદાન નથી..” જુઓ વીડિયો

હાલ આઇપીએલનો રોમાંચ દેશભરમાં ખુબ જ જામ્યો છે અને ચાહકો પણ પણ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરવામાં લાગી ગયા છે. ત્યારે મેચ જોવા સ્ટેડિયમમાં જતા લોકો પણ રસ્તામાં ઘણીવાર હુડદંગ મચાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં RCBના ફેનનો એક વીડિયો સામે આવ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ‘દિલ્હી મેટ્રો’ એક ટ્રેન્ડિંગ વિષય બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવા અનેક મુસાફરોના વીડિયો વાયરલ થયા છે, જેમણે મેટ્રોમાં એવા પરાક્રમ કરી બતાવ્યા કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું! લેટેસ્ટ વીડિયો ક્રિકેટ ફેન્સનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચાલી રહી છે, તેથી ક્રિકેટ પ્રેમીઓ પોતપોતાની ટીમોને સમર્થન આપી રહ્યા છે.

કેટલાક ‘મુંબઈ ઈન્ડિયન્સ’ માટે, કેટલાક ‘દિલ્હી કેપિટલ’ માટે ઉત્સાહિત છે. પરંતુ આરસીબીના ચાહકોએ એક એવું કારનામું કર્યું છે, જેનો વીડિયો ખુદ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. આ જોઈને કેટલાક લોકો ગુસ્સે પણ થઈ ગયા. અને કહેવા લાગ્યા કે ચાહકોનો ઉત્સાહ પ્રશંસનીય છે, પરંતુ આ મેટ્રો છે… રમતનું મેદાન નથી કે તેઓ આ રીતે બૂમો પાડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bangalore360 🇮🇳 (@bangalore360)

ઈન્સ્ટાગ્રામ યુઝર @designerofdestiny દ્વારા 4 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી ચૂક્યા છે. ક્લિપમાં જોઈ શકાય છે કે RCBના સમર્થકો મેટ્રોમાં આવ્યા અને હોબાળો મચાવ્યો. ચાહકો RCB-RCBની બૂમો પાડવા લાગ્યા.  અન્ય મુસાફરો તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. વીડિયોને જોઈને કેટલાક લોકોએ કહ્યું કે આ કરવાથી RCB જીતશે નહીં.

Niraj Patel