હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંકે ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં લીધેલ નિર્ણયનું એલાન કરી દીધુ છે અને આ વખતે પણ કેન્દ્રીય બેંકે લોન લેવાવાળા ગ્રાહકોને મોટી રાહત આપી છે. જો કે, આ ફેસ્ટિવ સિઝનમાં લોકોએ રેપ રેટમાં કટૌતી કરવા અંગે સરકારે જે આશા આપી હતી તે ચોક્કસપણે તૂટી ગઈ છે.
દેશમાં ફુગાવાનો દર આરબીઆઈ દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઉપર હોવા છતાં, પોલિસી રેટ એટલે કે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે લોનની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સતત ચોથી વખત છે જ્યારે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, રેપો રેટ 6.50 ટકા છે અને નિષ્ણાતો પહેલેથી જ તે સ્થિર રહેવાની અપેક્ષા રાખતા હતા.
ગત વર્ષે સેન્ટ્રલ બેંકે ચરમસીમાએ પહોંચી ગયેલા ફુગાવાના દરને અંકુશમાં લેવા માટે આ દરમાં એક પછી એક અનેક વખત વધારો કર્યો હતો. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો, જે ફેબ્રુઆરી 2023 સુધીમાં 6.50 ટકા પર પહોંચ્યો હતો. જો કે ત્યારપછી તેને યથાવત રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે વિશ્વમાં પડકારો હોવા છતાં, ભારત વિકાસનું એન્જિન છે.
જો દેશમાં ફુગાવાના દરની વાત કરીએ તો તે RBI દ્વારા નિર્ધારિત રેન્જની બહાર રહે છે. ગયા જુલાઈ 2023ની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર (CPI) 7.44 ટકાના સ્તરે હતો, જે ઓગસ્ટ મહિનામાં ઘટીને 6.83 ટકા પર આવી ગયો હતો. જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંકે દેશમાં મોંઘવારી દરને 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
નાણાકીય વર્ષ 24ના ત્રીજા ક્વાર્ટરમાં તે 6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.7 ટકા પર જાળવવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ છે. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. તેથી, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી મોંઘા દરે લોન મળે છે. આના કારણે સામાન્ય લોકોને મળતી લોન પણ મોંઘી થાય છે અને તેમની લોનની EMI પણ વધી જાય છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં