ખબર

જો તમારું પણ આ બેંકમાં ખાતું હોય તો તમારા માટે પણ છે ખરાબ સમાચાર-મહિનામાં 25 હજાર જ ઉપાડી શકશો

કોરોના કાળમાં એક બાજુ લોકોની આર્થિક સ્થિતિ બગડતી જાય છે. તો રિઝર્વ બેંક દ્વારા બેન્ક પર કડક કાર્યવાહી કરતા તેના પર પાબંધી લગાવી દીધી છે. પ્રાઇવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિનાની પાબંધી લગાડી દેવામાં આવી છે. આરબીઆઈ એક્ટની કલમ 45 હેઠળ આ આદેશ આપવામાં આવ્યો છે.

Image source

આ પાબંધી હેઠળ એક મહીનામાં ખાતાધારક ફક્ત 25 હજાર  રૂપિયા જ ઉપાડી શકશે. આરબીઆઈએ નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા 3 વર્ષથી બેંકની સ્થિતિ ખરાબ થઈ રહી હતી. આ સમય દરમિયાન બેંકને સતત નુકસાન થયું છે. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકને 396.99 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. તે જ સમયે, તેનું કુલ એનપીએ રેશિયો 24.45 ટકા હતો.

Image source

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, બેંક ઘણા સમયથી મૂડી સંકટ સાથે સંઘર્ષ કરી રહી હતી અને આ માટે સારા રોકાણકારોની શોધ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જૂન ક્વાર્ટરમાં બેંકની કુલ ડિપોઝિટ 21,161 કરોડ હતી. આ પરિસ્થિતિઓ પછી તાજેતરમાં આરબીઆઈએ આ બેંકની જવાબદારી સંભાળી. આરબીઆઈએ બેંક ચલાવવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.

Image source

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રિમાસિકગાળામાં બેંકને 357.17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેંકને ડીબીએસ બેંક ઇન્ડિયામાં મર્જ કરવાની યોજના બનાવી છે. તેનું લક્ષ્ય પ્રતિબંધ અવધિ સમાપ્ત થાય તે પહેલાં તેને મર્જ કરવાનું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પીએમસી બેંક અને આ વર્ષે માર્ચમાં યસ બેંકની પણ આ જ સ્થિતિ સામે આવી હતી.

જણાવી દઈએ કે, તમિલનાડુની પ્રાઇવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંકની ઘણી શાખાઓ ગુજરાતમાં છે. જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, નવસારી, ગાંધીધામ, ગાંધીનગર, જામનગર સુરતમાં પણ બેંકની શાખાઓ છે. આ બેંકના ગ્રાહક હવે 16 ડિસેમ્બર સુધી બેંકમાંથી વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.