BREAKING : લોન લીધી હોય તો જલ્દી વાંચજો, RBI ગવર્નર શક્તિકાંત દાસે તમારી કામની વાત કહી દીધી

વર્ષ 2022માં RBIની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટમાં કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે તમારી લોન પરના વ્યાજદરમાં વધારો થશે નહીં. આ સાથે RBIએ તેનું અનુકૂળ વલણ જાળવી રાખ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે રેપો રેટ 4 ટકા પર યથાવત રહેશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ત્યાં રિવર્સ રેપો રેટ 3.5 ટકા પર રહેશે. આમાં પણ કોઈ ફેરફાર ગર્વનર દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પણ જાહેરાત કરી હતી કે RBIની નાણાકીય નીતિ એકમોડેટીવ પર ચાલુ રહેશે.

તેમણે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2022-23 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.8 ટકા હોવાનો અંદાજ છે. આ સાથે નાણાકીય વર્ષ 2021-22 માટે સીપીઆઈ આધારિત ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ છે. તે જ સમયે, શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં, CPI ફુગાવો 4.5 ટકા રહેવાની ધારણા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સૌથી ઝડપી ગતિએ વિકાસ કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે આર્થિક નીતિની જાહેરાત કરી. આરબીઆઈએ સતત 10મી વખત મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ કોઈ ફેરફાર વિના 4% રહેશે. MSF દર અને બેંક દર 4.25% પર યથાવત રહેશે. રિવર્સ રેપો રેટ પણ 3.35% પર યથાવત રહેશે. ઉલ્લએખનીય છે કે, RBI દ્વારા જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું હતું.”

Shah Jina