રિઝર્વ બેન્કે ઓમિક્રોના ફફડાટ વચ્ચે લીધો મોટો નિર્ણય, લોન વાળા જલ્દી વાંચે

ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે બુધવારના રોજ મોનિટરી પોલિસીનું એલાન કરી દીધુ છે. તેમણે કહ્યુ કે મૌદ્રિક નીતિ સમિતિ MPCએ મુદ્રાસ્ફીતિની ચિંતાઓ છત્તાં પ્રમુખ નીતિગત દરોને અપરિવર્તિત રાખવાનો નિર્ણય કર્યો છે. MPCએ પોતાના ઉદાસ રુખને બનાવી રાખવાનો પણ નિર્ણય કર્યો છે. કારણ કે કોવિડ-19ના ઓમિક્રોન સંક્રમણથી આર્થિક સુુધારને ખતરો બનેલો છે. MPCએ પોલિસી દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે.

RBI ગર્વનરે કહ્યુ કે, કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા (રિવર્સ રેપો રેટ) પર રહેશે. જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિઝર્વ બેંકના ગવર્નરે નીતિ વલણ ‘અનુકૂળ’ રાખ્યું છે. કેન્દ્રીય બેંકે સતત 9મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સતત છ ક્વાર્ટરથી RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોરોના મહામારીને પગલે લાગેલ લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર એવી અસર થઈ કે RBIએ દરોમાં ફેરફાર કરવાનું જ બંધ કરી દીધુ હતું. આ સિવાય RBIએ ઘણા રિવાઈવલ પ્લાનની પણ જાહેરાત કરવી પડી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ વખતે ઘરેલુ ઉત્પાદમાં વૃદ્ધિના તેના અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેન્કે નાણાંકીય વર્ષ 2021-22 માટે પોતાનુ GDPના ગ્રોથનું અનુમાન 9.5 ટકા પર યથાવત રાખ્યું છે.

CPI ઈન્ફ્લેશનને નાણાંકીય વર્ષ 2021-22 માટે 5.7 ટકા પર રાખવામાં આવ્યું છે. તે પહેલા CPI ઈન્ફ્લેશનનું અનુમાન 5.1 ટકા હતું. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મહામારી અને ક્ષમતામાં સુધારને કારણે નિયંત્રણો હળવા થવાથી પુરવઠાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે CPI ફુગાવાના અંદાજને 5.7 ટકાથી ઘટાડીને 5.3 ટકા કર્યો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ છે.

Shah Jina