BREAKING : લોન લીધી હોય તો આ જલ્દી વાંચજો…ખતરનાક મોંઘવારી વચ્ચે RBIએ વ્યાજદરો પર લીધો મોટો નિર્ણય

દેશભરમાં એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, ખાવાનું તેલ, સીએનજી ગેસ જેવી વસ્તુઓમાં કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે, ત્યારે આ દરમિયાન ઘણા લોકો લોનના ભારણ નીચે પણ દબાયા છે ત્યારે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવા લોકો માટે એક સારા સમાચાર આપ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 6 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. આ પછી RBI દ્વારા રેપો રેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. MPCએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 10મી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.

RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, રિવર્સ રેપો રેટમાં 0.40%નો વધારો કરવામાં આવ્યો છે. હવે તે વધીને 3.75% થઈ ગયો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. પોલિસીનું વલણ ‘એકમોડેટીવ’ રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં, અમે એકમોડેટીવ વલણ બદલીશું.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું “દરો પર રૂઢિચુસ્ત વલણ અકબંધ છે. તમામ સભ્યોની સંમતિથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, સપ્લાયની ચિંતાને કારણે વૈશ્વિક બજારોમાં દબાણ છે. સપ્લાયમાં અવરોધને કારણે કોમોડિટી માર્કેટમાં દબાણ છે.”

Niraj Patel