BREAKING NEWS: RBIએ રેપો રેટને લઇને સંભળાવ્યો નિર્ણય…જાણો તમારા હોમ લોનનો EMI વધ્યો કે ઘટ્યો ?

મોંઘી લોનથી મિડલ ક્લાસ પબ્લિક ત્રાહિમામ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગર્વનર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિ સમીક્ષાને જારી કરી દીધી. તેમણે પ્રમુખ નીતિગત દર રેપો રેટમાં આ વખતે પણ કોઇ રીતનો બદલાવ નથી કર્યો. આ વખતે પણ રેપો રેટ 6.50 ટકા પર જ રાખ્યો છે. આજે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા.

એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે EMIમાં અત્યારે રાહત નહીં મળે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બેંકે સતત 7મી નાણાકીય નીતિ માટે રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે. ગવર્નરે કહ્યું કે અમે અત્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમને વર્તમાન EMIમાં રાહત નહીં મળે.કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારી 6.5 ટકા કર્યો હતો. RBIએ છેલ્લા એક વર્ષથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBIએ મે 2022માં રેપો રેટ વધારવાની પ્રક્રિયા શરૂ કરી, લાંબા સમય પછી 4 મે 2022ના રોજ નાણાકીય નીતિમાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો જે બાદ તે 4 ટકાથી વધીને 4.40 ટકા થયો. સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો હતો. આ કારણે તે મે 2022માં 4 ટકાથી વધીને ફેબ્રુઆરી 2023માં 6.5 ટકા થઈ ગયો. જો કે ત્યારપછી આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Shah Jina