BREAKING: તમારી દિવાળી, નવરાત્રી બગડશે, RBI એ લોન લેનારાને આપ્યો મોટો ઝાટકો

RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકે પોલિસી વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.90 ટકા પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 30 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના રોજ દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરી છે. રેપો રેટમાં વધારા બાદ હવે હોમ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે. લોનની હાલની EMIમાં પણ વધારો થઈ શકે છે.

રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. આ વધારાને કારણે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે. સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી.

મે મહિનાથી રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્રીય બેંક ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી શકે છે.વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ મે મહિનામાં રેપો રેટમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો,

જેના પછી રૂપિયા પર દબાણ વધ્યું હતું. ઉપરાંત ઓગસ્ટમાં છૂટક ફુગાવો ફરી વધ્યો હતો. આવી સ્થિતિમાં અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે આરબીઆઈ શુક્રવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી શકે છે. રેપો રેટમાં વધારાથી ઋણની કિંમતમાં વધારો થશે. આનું કારણ એ છે કે રેપો રેટમાં વધારો થવાથી બેંકોના ઉધાર ખર્ચમાં વધારો થશે.

Niraj Patel