અજબગજબ જાણવા જેવું

જયારે મશીન છે જ તો RBI ઘણા બધા નોટ શા માટે નથી છાપતી?

આપણે અવારનવાર સમાચારોમાં જોતા અને સાંભળતા આવીએ છીએ કે કોઈ દેશે બીજા દેશ પાસેથી મદદ લીધી છે કે કોઈ દેશ કર્જમાં ડૂબેલો છે, દેશની ઈકોનોમી ડાઉન થઇ ગઈ છે. ત્યારે ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન જરૂર આવતો હશે કે ‘સરકાર નોટ થોડી વધારે કેમ નથી છાપતી?’ કારણ કે બધાને જ એવું લાગે કે જો આપણી પાસે નોટ છાપવાનું મશીન છે અને આપણો દેશ દેવામાં ડૂબેલો છે તો શા માટે નોટ છાપીને દેવું ઉતારી દેવામાં ન આવે!

પણ આવો જ એક પ્રશ્ન એક પત્રકારે RBIના ગવર્નર શક્તિકાંત દાસને પૂછ્યો. સરકારની તિજોરી લગભગ ખાલી થઇ ચુકી છે અને હવે સરકાર ઈચ્છે છે કે રિઝર્વ બેંક નોટ છાપે. પણ આરબીઆઈએ ના પાડી, કેમ કે તેનાથી જનતાને નુકસાન થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે નવી નોટો છાપવાથી જનતાને કેવી રીતે નુકસાન થશે? તો ચાલો આજે જાણીએ આ નોટો એટલે કે આપણા દેશના ચલણી નાણાં વિશે વિગતો કે જે તમને ખબર નહિ હોય.

રૂપિયા શું છે અને કેવી રીતે કામ કરે છે? ધારી લો કે એક દેશ છે, જેમાં બધું એવું જ છે જેવું આપણા દેશમાં છે. બસ ત્યાંના રૂપિયા વિશે કોઈ નથી જાણતું. તો આ દેશમાં રહેતા એક વ્યક્તિના ખેતરમાં ઘણાબધા બટાકા ઉગ્યા, હવે આ બટાકાને ખેતરમાંથી કાઢવા માટે એને પાડોશીની મદદ લીધી. તેને પાડોશીને ધન્યવાદ આપવા માટે એક કાગળ પર આભાર લખીને પાડોશીને આપી દીધું. હવે પાડોશીને એક દિવસ પેટમાં દુખ્યું તો તે ડોક્ટર પાસે ગયો, અને ડોકટરે ઈલાજ કરી આપ્યો એ બદલા પેલી તેને મળેલો આભાર લખેલો કાગળ ડોક્ટરને આપ્યો.

એક દિવસ ડોક્ટરને ભૂખ લાગી તો તેમને પેલા વ્યક્તિના ખેતરમાં જઈને તેની પાસેથી બટાકા લીધા અને બટાકાના બદલામાં ડોક્ટરને પેલા પાડોશી તરફથી મળેલો આભાર લખેલો કાગળ તેને આપી દીધો, જે તેને પોતે જ લખ્યો હતો અને આપ્યો હતો. આમ તેનો કાગળ ગોળ ફરીને તેની પાસે જ આવ્યો. અને હવે કોઈ પણ વ્યક્તિ એકબીજાના આભારવશ ન હતા.

પરંતુ આ ત્રણેય વ્યક્તિ ઈમાનદાર હતા એટલે કોઈ ગડબડ ન થઇ પણ જો પેલો પાડોશી બેઈમાન હોત અને જાતે જ આભાર લખીને એક કાગળ ડોક્ટરને ઇલાજના બદલામાં આપી દેતે તો શું થાતે? કારણ કે એ પણ એટલો જ આઝાદ છે જેટલો પેલો ખેડૂત. અને ડોક્ટર પણ. આમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ કર્યા વિના પણ બીજા પાસેથી કામ કઢાવી શકતા હતા. એટલે હવે આભાર લખેલા એક કાગળ પર એક સિક્કો મારવાનું શરુ કરવામાં આવ્યું, જે ત્રણેયની અનુમતિ સાથે અને દેખરેખમાં લગાવવામાં આવ્યો. આ રીતે ગણતરીના આભાર લખેલા કાગળ છાપ્યા અને બધામાં વહેંચી દીધા. જેને એ દેશમાં રૂપિયા કહેવામાં આવ્યા.

રૂપિયા શું છે? રૂપિયા એ ઉપકાર ઉતારવાનો એક અધિકૃત રસ્તો છે. એટલે કે જો તમે કોઈ ઓફિસમાં કામ કરો છો તો કંપની તમને અધિકૃત આભાર આપે છે જે દરેક જગ્યા પર માન્ય છે. એટલે કે એ આભાર તમે કોઈ બીજાને આપીને પોતાનું કામ કઢાવી શકો છો. એ બીજી વ્યક્તિ પણ પોતાનું કામ આ જ રીતે કઢાવી શકે છે. આ રીતે પૈસા ફરતા રહે છે. એટલે કે તમારી પાસે જેટલા વધારે પૈસા, એટલા વધારે કામ તમે કરાવડાવી શકો છો.

નોટની ગેરેન્ટી શું છે? તો હવે ફરીથી પેલા દેશવાળી વાત કરીએ કે જો ડોક્ટરને બટાકા નથી ખાવા તો તેને પેલા પાડોશી પાસેથી આભાર લખેલો કાગળ લેવાનો ઇન્કાર કરી દેશે, જેને લીધે હવે પાડોશી ફસાઈ ગયો. તેને પોતાના ભાગનું કામ કર્યું અને તેને ડોકટરે ઈલાજ પણ ન કર્યો. આ માટે જ તમારી નોટ પર એક ગેરેન્ટી છપાયેલી હોય છે. દસ રૂપિયાની નોટ પર લખેલું હોય છે, ‘હું ધારકને દસ રૂપિયા યાદ કરવાનું વચન આપું છું.’ આ ગેરેન્ટી કોણ આપે છે – રિઝર્વ બેન્કના ગવર્નર. તેમની જ સહી આ નોટ પર હોય છે. એટલે જો તમે પોતાની આભાર નોટ લેવાનો ઇન્કાર કરી દીધો તો રિઝર્વ બેક તમને એટલા જ મૂલ્યનું સોનુ આપશે. જો કે એ માટેની પ્રક્રિયા ઘણી લાંબી છે. એ ત્યારે જ થશે જયારે સરકાર નિષ્ફળ થાય, જે લગભગ અશક્ય છે. તો જે નોટ તમારી પાસે છે એની ગેરેન્ટી રિઝર્વ બેંકમાં જમા છે.

હવે એવું કહેવામાં આવે છે કે સરકારનો ખજાનો ખતમ થવા લાગ્યો છે, એટલે નોટ છાપવાની જરૂર પડી, તો હવે સવાલ એ ઉઠે છે કે રૂપિયો નબળો કેમ થયો? ડોલર અને બીજી કરન્સીની સરખામણીમાં.

હવે જો તમને એમ કહેવામાં આવે કે એક ડોલર બરાબર 1000 યેન, 100 રૂપિયા અને 1 યુરો છે, તો એનો અર્થ એ નથી કે યેન નબળો છે અને યુરો મજબૂત છે. ફરક એનાથી નથી પડતો કે કોઈ વિશેષ સમયમાં કઈ મુદ્રાની કેટલી વેલ્યુ છે. ફરક એનાથી પડે છે કે આ સમયમાં મુદ્રામાં કેટલું પરિવર્તન આવ્યું. એટલે કે કોઈ પણ દેશની જેમ જ નાણું નબળું કે મજબૂત નથી હોતું, એને મજબૂત બનાવવું પડે છે.

કારણ કે જો જાપાનમાં કોઈ વસ્તુની કિંમત ભારત કરતા દસ ગણી છે, તો ત્યાંનો પગાર પણ ભારત કરતા વીસ ગણો છે અને ત્યાંના લોકો વધુ ધનિક છે. પરંતુ એમ કહેવું હંમેશા ખોટું હશે કે અમુક ચલણ એક મજબૂત ચલણ છે. સાચું એ રહેશે કે અમુક ચલણ છેલ્લા 5 વર્ષોમાં ડોલરની સરખામણીમાં મજબૂત થયું છે. લોકો એવું કહે છે કે બધાને આમિર કરવા છે તો સરકારે ઘણાબધા પૈસા છાપવા જોઈએ. પરંતુ સરકાર એવું નથી કરતી, કારણ કે જેટલા પૈસા છપાશે, વસ્તુના ભાવ પણ એટલા જ વધશે. એટલે કે આજે જે વસ્તુ એક રૂપિયાની મળે છે એ વસ્તુ વધુ નોટ છપાયા બાદ દસ રૂપિયાની થઇ જશે. એ પછી પગાર પણ એ જ પ્રકારે મળશે, જે પ્રમાણે બાકી બધા ખરચા, એટલે જ સરકાર એક નિશ્ચિત સીમાથી વધુ પૈસા નથી છાપતી.

એટલે જો જરૂરત કરતા વધુ નોટ બજારમાં આવી તો મોંઘવારી પણ વધશે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થતું જશે. ઈરાન જેવા દેશમાં ચાનું બિલ હજારોમાં થાય છે, કારણ કે બજારમાં નોટ ઘણી વધારે છે, એટલે નાની નોટ બંધ થઇ ગઈ છે. આ જ કારણ છે કે આરબીઆઇ નવા નોટ અત્યારે બજારમાં લાવવા નથી માંગતી. બજાર પહેલી જ મંદીમાં છે અને મોંઘવારી પર આની નકારાત્મક અસર પડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.