લાગે છે કે હવે બેંકોમાં પણ પૈસા સુરક્ષિત નથી. પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેન્ક બંધ થયા બાદ હવે એક બેન્ક સીકેપી કો ઓપરેટીવ બેન્ક બંધ થઇ છે. આરબીઆઇએ આ બેંકનું લાઇસન્સ રદ કરી તેનું કામકાજ બંધ કરી દીધું છે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ મુંબઈ સ્થિત સીકેપી કોઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈના આ નિર્ણયથી બેંકના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ, બેંકનું લાઇસન્સ 31 માર્ચે રદ થવાનું હતું, પરંતુ બાદમાં આરબીઆઈએ આ મુદત વધારીને 31 મે કરી હતી. પરંતુ હવે સેન્ટ્રલ બેંકે આ સમયમર્યાદા પૂર્વે જ સીકેપી કોઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સીકેપી કો-ઓપરેટિવ બેંકની આર્થિક પરિસ્થિતિ ઘણા સમયથી પડકારજનક છે. બેંકની આર્થિક સ્થિતિ એકદમ ખરાબ અને અસ્થિર છે. આ સ્થિતિમાંથી બેંકને બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. આ બેન્ક અન્ય કોઈ બેંક સાથે મર્જરની સ્થિતિમાં નથી.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકના નુકસાનમાં વધારો અને તેની નેટવર્થમાં મોટા ઘટાડાને કારણે 2014 માં બેંકના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી પ્રતિબંધ ઘણી વખત વધારવામાં આવ્યો હતો, છેલ્લી વખત પ્રતિબંધ 31 મે સુધી લંબાવાયો હતો. પરંતુ બેંકની સ્થિતિમાં કોઈ સુધારો ના થતા આરબીઆઈએ પહેલેથી જ પગલા ભર્યા છે.

આ સાથે જ આ બેન્કના ખાતાધારકોને 5 લાખ રૂપિયા પરત મળશે. કેન્દ્રીય બેંકના આ પગલાનો અર્થ એ છે કે સીકેપી કોઓપરેટિવ બેંક, થાપણો સ્વીકારવા સહિત, કોઈપણ બેંકિંગ વ્યવસાય કરી શકશે નહીં. અહેવાલો અનુસાર, બેંકમાં 1.25 લાખ ખાતાધારકો છે. બેંકની કુલ સંપત્તિ 230 કરોડ રૂપિયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.