આ 8 બેંકોના લાયસન્સ રદ્દ, જલ્દી વાંચો તમારું ખાતું તો એમાં નથી ને….

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023 દરમિયાન ઘણી સહકારી બેંકો પર કડક કાર્યવાહી કરી હતી. નાણાકીય વર્ષ 2023 દરમિયાન 8 બેંકોના લાયસન્સ રદ કરવા ઉપરાંત, રિઝર્વ બેંકે 114 બેંકો પર ભારે દંડ પણ લગાવ્યો હતો. સહકારી બેંકોએ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેંક સુવિધાઓ પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

જો કે હાલમાં આ બેંકો નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સિવાય આ બેંકો સાથે બીજી પણ ઘણી સમસ્યાઓ જોડાયેલી છે. તે જ સમયે, આરબીઆઈ નિયમોનું પાલન ન કરતી બેંકો સામે કાર્યવાહી કરી રહી છે.

આઠ બેંકો પર કરી કાર્યવાહી

નાણાકીય વર્ષ 2023માં રિઝર્વ બેંકે જે આઠ બેંકો પર કાર્યવાહી કરી છે તેમાં મુધોલ કોઓપરેટિવ બેંક, મિથલ કોઓપરેટિવ બેંક, શ્રી આનંદ કોઓપરેટિવ બેંક, રુપી કોઓપરેટિવ બેંક, ડેક્કન કોઓપરેટિવ બેંક, લક્ષ્મી કોઓપરેટિવ બેંક, સેવા વિકાસ કોઓપરેટિવ બેંક અને બાબાજી દાતે મહિલા શહેરી બેંકોનો સમાવેશ થાય છે.

કેમ રદ કરવામાં આવ્યા લાયસન્સ

આ બેંકોના લાયસન્સ રજ કરવાના પાછળ પર્યાપ્ત મૂડીનો અભાવ, રેગ્યુલેટર એક્ટ હેઠળના કાયદાકીય નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા અને ભવિષ્યમાં કમાણીની સંભાવનાના અભાવ છે. આ પહેલા આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022માં 12 બેંકોના લાયસન્સ રદ કર્યા હતા. ત્યાં 2021 દરમિયાન ત્રણ બેંકો અને વર્ષ 2020 દરમિયાન બે સહકારી બેંકોને વ્યવસાય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

114 બેંકો પર કેટલો દંડ ફટકારવામાં આવ્યો

કોઈપણ બેંકનું લાયસન્સ રદ કરતા પહેલા, આરબીઆઈ બેંકને ઘણી વખત દંડ લગાવીને ચેતવણી આપે છે. જો કે, જો બેંક દ્વારા ફરીથી નિયમોનું પાલન કરવામાં ન આવે અથવા કમાણીની સંભાવના ન વધે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. RBIએ 114 બેંકો પર 50 હજારથી લઈને 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે.

ગ્રાહકોના પૈસાનું શું થાય છે ?

જો બેંક દંડ કરે છે તો તેની અસર ગ્રાહકોના પૈસા પર નથી પડતી. તેમને બેંકમાં જમા થયેલી તેમની મૂડી ઉપાડવાની છૂટ છે. આ દંડની રકમ બેંકને જ ચૂકવવાની રહે છે. બીજી તરફ, લાયસન્સ રદ થવાના કિસ્સામાં બેંકના ગ્રાહકો વીમા દ્વારા 5 લાખની જમા મૂડી ઉપાડી શકે છે.

Shah Jina