દુઃખદ સમાચાર: બે એક્ટર્સનું રોડ એક્સિડન્ટમાં મળ્યું દર્દનાક મૃત્યુ, છ ક્રૂ મેમ્બર્સ ઘાયલ

બે – બે મોટા સેલિબ્રિટીનું થયું ઘટનાસ્થળે જ મોત, લાખો ફેન્સને નથી આવી રહ્યો વિશ્વાસ….અન્ય છ ક્રૂ મેમ્બર્સ ઘાયલ

નેટફ્લિક્સની વેબ સીરીઝ તેના સારા કન્ટેન્ટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. ત્યારે આ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થનારી વેબ સીરીઝ “The Chosen One”ને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.હાલમાં જ આ સીરીઝની ટીમ એક રોડ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 2 કલાકારોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. વેબસીરીઝ “The Chosen One” ફેમ એક્ટર Raymundo Gurdano અને Juan Francisco Aguilar ની મોત થઇ છે. 16 જૂનના રોજ મેક્સિકો સ્થિત કેલિફોર્નિયા સુર પેનિન્સુલા નજીક તેમની વેન ક્રેશ થઇ પલટી ગઇ હતી.

આ દર્દનાક અકસ્માતમાં બે અભિનેતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનામાં સીરીઝના બે કાસ્ટ મેંબર્સ અને ચાર ક્રૂ મેંબર્સ પણ ઘાયલ થયા હતા. બધાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.E!News ના રીપોર્ટ અનુસાર, સીરીઝની ટીમ મેક્સિકોમાં ‘ધ ચોઝન વન’નું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ બાદ ટીમ સ્થાનિક એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી, Redrum કંપનીએ આ Netflix સિરીઝનું પ્રોડક્શન બંધ કરી દીધું છે.

આ શોનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું. Everardo Gout અને Leopoldo Gout આ સીરીઝના કો-શો રનર્સ હતા.ટીમના 6 સભ્યો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હવે આ સમાચારને કારણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.હવે આ અકસ્માત બાદ સિરીઝ આગળ વધે છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખબર પડશે. 17 જૂનના રોજ ફેસબુક દ્વારા બાજા કેલિફોર્નિયાના સંસ્કૃતિ વિભાગે બંને કલાકારોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

સરકાર દ્વારા જે નિવેદન જારી કરવામાં આવ્યુ તેમાં લખવામાં આવ્યું છે કે, ‘રાજ્ય સરકાર વતી, અમે Raymundo Gurdano અને Juan Francisco Aguilar ‘Paco Mufote’ના મોત પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. તેમના પરિવાર, મિત્રો અને બાજા કેલિફોર્નિયા કલા સમુદાય પ્રત્યે અમારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.

16 જૂનના દિવસે તેમની ગાડી મેક્સિકોના બાજા કેલિફોર્નિયા સુર પેનિનસુલામાં મુલેજ પાસે ક્રેશ થઈને પલટી ગઈ. આ ખતરનાક ઘટનામાં બંને કલાકારોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં જાણીતી સીરિઝના બન્ને કાસ્ટ મેમ્બર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ પણ ઘાયલ થયા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક ઈંગ્લીશ વેબસાઈટના મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીરિઝની ટીમ મેક્સિકોમાં ‘ધ ચોઝેન વન’ ની શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ બાદ ટીમ એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક્સિડેન્ટ થયો હતો. આ દુર્ઘટનાની માહિતી મળ્યા પછી Redrum કંપનીએ આ Netflix સિરીઝનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. શોનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું. એવરાર્ડો ગાઉટ અને લિયોપોલ્ડો ગાઉટ આ સીરિઝના સહ-શો રનર્સ હતા.

Baja California Department of Culture એ 17 જૂનના રોજ ફેસબુક દ્વારા બંને કલાકારોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે- ‘ સરકાર તરફથી અમે રેમન્ડો ગાર્ડુઓ ક્રુઝ અને જુઆન ફ્રાન્સિસ્કો ગોન્ઝાલેઝ એગ્યુલર ‘પેકો મુફોટે’ ના મૃત્યુ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમના ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્ઝ અને બાજા કેલિફોર્નિયા કલા સમુદાય પ્રત્યે અમારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’

The Chosen One એ બ્રાઝિલિયન થ્રિલર સીરિઝ છે જે 2019 માં શરૂ કરવામાં આવી હતી. તે માર્ક મિલર અને પીટર ગ્રોસની કોમિક બુક સિરીઝ અમેરિકન જીસસ પર આધારિત છે. નેટફ્લિક્સ અનુસાર આ સિરીઝ 12 વર્ષના છોકરાની કહાની છે જે ઈસુનો અવતાર છે અને તેનો જન્મ માનવતાને બચાવવા માટે થયો હતો. હવે અકસ્માત બાદ સિરીઝ આગળ વધે છે કે કેમ તે તો આગળના દિવસોમાં ખબર પડશે.

બોલીવુડમાં હમણાં થોડીક દિવસ પહેલા આજે હૃતિક રોશનના નાની પદ્મા રાની 91 વર્ષની ઉંમરમાં દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. બૉલીવુડ એક્ટર અને તેનો પરિવાર શોકમાં હતા. હૃતિક તેના નાના-નાનીની ખુબ જ નજીક હતો. નાનાનું થોડા સમય પહેલા નિધન થયું થયુ અને હવે તે તેના નાનીને પણ ખોઈ બેઠો છે, જેના કારણે હૃતિકનું દુઃખ પણ સમજી શકાય છે.

પદ્મા રાની બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા જે. ઓમ પ્રકાશ મેહરાના પત્ની હતા, જેમનું ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. 8 મેના રોજ હૃતિકની માતા પિંકી રોશને સોશિયલ મીડિયા પર પદ્મા રાનીના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં તે તેને કેક ખવડાવતી જોવા મળી હતી. પિંકીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, “માતાઓ ખાસ હોય છે. લવ યુ મમ્મી.”

Shah Jina