એક મોટી સેલિબ્રિટીનું ઊંઘમાં નિધન થતા જ પ્રિયંકા અને રણવીર સહિત દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

મનોરંજન જગતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ અમેરિકી અભિનેતા અને નિર્માતા રે લિઓટાનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેના અચાનક થયેલા નિધનથી હોલીવુડની સાથે સાથે બોલીવુડના કલાકારો પર પણ દુઃખના વાદળો છવાઈ ગયા છે.એવામાં અભિનેતા રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ રે લિઓટાને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે જ સામાન્ય જનતા પણ રે ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તેણે રેની અનેક તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં તેમના જીવનકાળનો સમય રજૂ કરવામાં આવેલો છે જે વર્ષ 1954થી 2022 સુધીનો છે. આ સાથે પ્રિયંકાએ બ્રેક હાર્ટ ઈમોજી શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રણવીર સિંહે પણ પોતાના એકઉન્ટ પર રે લિઓટા માટે પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પ્રિયંકાની જેમ જ રે લિઓટાની તસવીરો પોસ્ટ કરીને જીવનકાળને વર્ણવ્યું છે. રણવીરે રેની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી છે.

આ સિવાય જેનિફર લોપેજે પણ રે લિઓટાને શ્રદ્ધાંજલિ આપી છે, જેનિફરે રે લિઓટાની અનેક તસવીરો શેર કરી છે અને ભાવુક પોસ્ટ પણ લખી છે.રે લિઓટાને ફિલ્મ ‘ફિલ્ડ ઓફ ડ્રિમ્સ’માટે જણાવામાં આવે છે. તે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે, મળેલી જાણકારીના આધારે રે લિઓટા ડોમેનિકલ ગણરાજ્યમા ડેન્જરસ વોટર્સ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા.આ સમયે રે ઊંઘની જપકી લઇ રહ્યા હતા અને ઊંઘમાં જ તેનું નિધન થઇ ગયું હતું.

બોલિવુડનાં સુપર સ્ટાર પણ રે લિઓટાનાં દુઃખદ અવસાનથી ઘણા દુખી દુઃખી થઇ ગયા છે. આવામાં હોલીવુડનાં ઘણા સ્ટાર્સ સહીત બોલિવુડનાં સ્ટાર્સે પણ તેમણે શ્રદ્ધાંજલિ આપી છે. લગ્ન પછી વિદેશમાં રહેતી પ્રિયંકા ચોપરાએ આ દરમિયાન, રે લિઓટાને નમન કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પ્રિયંકાએ એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેણે એક્ટર રે લિઓટાની એક તસવીર શેર કરી છે.

આ ફોટોમાં તેમના જીવન કાળનો સમય પણ મેન્શન કરવામાં આવ્યો છે. 1954થી 2022 સુધી. આ સાથે જ પ્રિયંકાએ તૂટેલા દિલનું ઈમોજી પણ શેર કર્યું છે. રણવીર સિંહે પણ હોલીવુડ એક્ટર રે લિઓટાને શ્રદ્ધાંજલિ આપી છે. રણવીરે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી દિગ્ગજ હોલીવુડ કલાકાર માટે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં રણવીરે પણ પ્રિયંકાની જેમ જ રેની તસવીર શેર કરી હતી. રણવીર સિંહે એક્ટર રે લિઓટાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી.

ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, જોનાથન ડેમના સમથિંગ વાઇલ્ડમાં મેલાની ગ્રિફિથના પાત્રના હિંસક ભૂતપૂર્વ ગુનેગાર પતિ રે સિંકલેર તરીકે અને 2016-18 NBC પોલીસ ડ્રામા શેડ્સ ઓફ બ્લુમાં કોપ મેટ વોઝનિયાક તરીકે લિઓટા પણ યાદગાર હતી. ગુડફેલાસમાં આવેલા કો એક્ટર લોરેન બ્રાકોએ તેણીને શ્રદ્ધાંજલિ આપી હતી.

“તમારા વિશેના આ ભયંકર સમાચાર સાંભળીને હું સંપૂર્ણ રીતે ડિસ્ટબ થઈ ગઈ છું,” તેણીએ ટ્વિટર પર લખ્યું. “હું વિશ્વમાં ગમે ત્યાં હોઈ શકું અને લોકો મને કહેશે કે તેમની મનપસંદ મૂવી ગુડફેલાસ છે. પછી તેઓ હંમેશા પૂછે છે કે તે ફિલ્મ બનાવવાનો શ્રેષ્ઠ ભાગ કયો હતો. મારી પ્રતિક્રિયા હંમેશા એવી જ રહી છે… રે લિઓટા.”

તમને જણાવી દઈએ કે તેમનો બર્થ 18 ડિસેમ્બર, 1954ના રોજ નેવાર્ક શહેરમાં થયો હતો. તેને છ મહિનાની ઉંમરે અનાથાશ્રમમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. પછીના જીવનમાં, તેણે 2005માં એનબીસી ડ્રામા ER પર મહેમાન ભૂમિકા તરીકે એમી જીત્યો.

Krishna Patel