જૂનાગઢમાં રમાઈ લોહિયાળ હોળી, કુખ્યાત ગેંગસ્ટરનો ભત્રીજો કંઈ સમજે એ પહેલા જ મારવામાં આવી ધડાધડ ગોળીઓ, જાણો સમગ્ર મામલો

પોતાના ખેતરમાંથી પરત ફરી રહેલા યુવાન પર બાઈક પર સવાર થઈને આવેલા બે લોકોએ વરસાવી ગોળીઓ, યુવકનું મોત

ગતરોજ દેશભરમાં ધુળેટીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને આ તહેવાર નિમિત્તે આખો દેશ આ રંગોના તહેવારની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. ત્યારે આ દરમિયાન જૂનાગઢમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના વંથલીમાં રંગોની જગ્યાએ લોહિયાળ હોળી ઉજવાઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વંથલી તાલુકામાં આવેલા રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવતા આખો મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેને લઈને હાહાકાર પણ મચી ગયો હતો.  સલીમ ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસાબ અલ્લારખાંનો ભત્રીજો હતો.

આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર સલીમ ગત રોજ મોડી સાંજે પોતાના મિત્ર સાથે ખેતરમાંથી પરત આવતો હતો ત્યારે જ ગામમાંથી બે બુકાનીધારી ઈસમો બાઈક લઈને આવ્યા અને સલીમની બાઇકને અઠવાડવી કઈ સમજે એ પહેલા જ ધડાધડ ગોળીઓ ઘરોબી દીધી.

ફાયરિંગ કર્યા બાદ બંને ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગામ લોકો પણ ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલાની તપાસ હાથ ધરી હતી.

Niraj Patel