સર રવિન્દ્ર જાડેજા અને પત્નીએ રોયલ અંદાજમાં કરી દીકરીના બર્થ-ડેની ઉજવણી, મહેમાનોમાં કોઈ સેલેબ્રીટી નહિ પરંતુ આ લોકો હતા હાજર, જુઓ તસવીરો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા બાપુને આજે કોઈ ઓળખની જરૂર નથી, ક્રિકેટ પ્રેમીઓ તેમને સર રવિન્દ્ર જાડેજા તરીકે ઓળખે છે તો તેમના પત્ની રીવાબા જાડેજા પણ એક મોટું નામ છે, રીવાબા રાજકારણ સાથે સંકળાયેલા છે, છતાં પણ સમાજ સેવામાં તે ખુબ જ અગ્રેસર છે અને તેમના ઘરમાં આવતા દરેક પ્રસંગને તે અનોખી રીતે ઉજવે છે.

ત્યારે થોડા દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજા અને રીવાબાની લાડકી દીકરીનો જન્મ દિવસ હતો, આ જન્મ દિવસના પ્રસંગને પણ તેમને અનોખી રીતે ઉજવ્યો હતો. રિવાબાએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી અને માહિતી આપી હતી કે, “આજે તા. 08.06.2022ના રોજ મારા દીકરીબા કુંવરીબાશ્રી નિધ્યાનાબાનાં પાંચમા જન્મદિવસ નિમિતે મારા દ્વારા સમાજ સેવાનાં નવતર પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિના 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવેલ અને રૂ.11000 એક ખાતા દીઠ ડીપોઝીટ કરાવેલ છે.”

ત્યારે હવે રીવાબાએ આ જન્મ દિવસની કેટલીક તસવીરો પણ તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં શેર કરી છે. આ તસવીરોમાં આ જન્મ દિવસની પાર્ટીનો વૈભવ જોવા મળી રહ્યો છે. ખાસ રોયલ અંદાજમાં જાડેજા બાપુએ આ જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું, જે તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

રીવાબાએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં જણાવ્યું છે કે, “પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ અમારા પુત્રી નિધ્યાનાબાની 8મી જૂને વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. 8મી જૂને અમારા દીકરીબાના જન્મદિવસની ઉજવણી લોક કલ્યાણ અર્થે તેમજ સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવી હતી.”

તેમને એ પોસ્ટમાં આગળ જણાવ્યું કે, “જે અંતર્ગત કેન્દ્ર સરકારની સુકન્યા યોજના હેઠળ જરૂરિયાત મંદ એવા સર્વ જ્ઞાતિની 3થી6 વર્ષની 101 બાળાઓની પસંદગી કરવામાં આવી છે, અને જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તે તમામ બાળાઓ માટેની 11 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મુકવામાં આવી હતી.”

તેમને આગળ જણાવ્યું કે, “આ ઉપરાંત અમારા દીકરીબાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 101 દીકરીઓ તથા તેમના માતા-પિતા માટે તે દિવસે સાંજે એક ભવ્ય કાર્નીવલ પાર્ટી તથા ભોજન સમારોહની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમા ખાસ બાળકોને ધ્યાનમા રાખીને બધી વ્યવસ્થા ગોઠવાઈ હતી.”

“જેમ કે ચગડોળ, ટ્રેન, કાર્ટૂન કેરેકટર, વિવિધ જાતના ફાસ્ટ ફૂડ અને ચોકલેટ, જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ દ્વારા બધી દીકરીઓ અને તેમના માતા પિતાએ ખૂબ આનંદ માણી તેનો લાભ લીધો હતો. અમારા દ્વારા બધા દીકરીઓ સાથે કેક કાપી, સાથે ડાન્સ કરી ખૂબ આનંદથી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.”

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં આ પાર્ટનો વૈભવ જોવા મળી રહ્યો છે. તેમની દીકરી નિધ્યાનાબા રજવાડીમાં બગીમાં સવાર થઈને આવે છે. પાર્ટીમાં અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર તેમજ બાળકો માટે રમત ગમતના વિવિધ આયોજનો પણ જોવા મળી રહ્યા છે. સાથે જ રીવાબા અને રવિન્દ્ર જાડેજા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

રીવાબા જાડેજા તેમના ઘરમાં આવતા કોઈ સારા પ્રસંગોમાં ગરીબ લોકોની મદદ કરતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે તેઓ વધુ કામ કરતા હોય છે, ત્યારે જયારે તેમની લાડકવાઇ દીકરીનો જન્મ દિવસ હોય ત્યારે તેમની ખુશી સાતમા આસમાને હોય અને આવા સમયે રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ જે કામ કર્યું છે તેને ફરીવાર સૌના દિલ જીતી લીધા છે.

Niraj Patel