લગ્નના પાંચ વર્ષ પૂર્ણ થવા ઉપર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા સમૂહલગ્નમાં સમાજની કન્યાઓને આપશે આ ખાસ ભેટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, જાડેજાનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ મોટું છે, ત્યારે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ કઈ કમ નથી, રીવાબા સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રસર રહે છે.

રીવાબા અને રવિન્દ્ર જાડેજાના લગ્નને હવે પાંચ વર્ષ પુરા થશે ત્યારે આ પ્રસંગે રીવાબા સમાજની કન્યાઓને એક ખાસ ભેટ આપવા માટે જઈ રહ્યા છે. રીવાબા સમૂહ લગ્નની અંદર 34 કન્યાઓને સોનાના ખડગ ભેટ આપવાના છે.

આગામી 21 એપ્રિલના રોજ શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં રીવાબા કન્યાઓને આ ભેટ આપવાના છે.

રીવાબા સમાજની મહિલાઓ સતત આગળ વધે તે માટેના પ્રયોસો કરી રહ્યા છે. ત્યારે 17 એપ્રિલના રોજ તેમના લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ નિમિત્તે સમૂહ લગ્નમાં આ શાનદાર ભેટ આપવાનું આયોજન કરીને રીવાબાએ ફરી સમાજને મદદરૂપ થવાનું કાર્ય કર્યું છે.

Niraj Patel