Video: રવીન્દ્ર ‘પુષ્પા રાજ’ મે ઝુકેગા નહીં, વિકેટ લીધા બાદ જાડેજાનો જોવા મળ્યો અનોખો અંદાજ

જ્યારે મેદાન વચ્ચે જાડેજાએ કહ્યું, મે ઝુકેગા નહીં, CSK એ પણ કર્યું ટ્વીટ

ભારતે ગુરુવારે પ્રથમ ટી 20માં શ્રીલંકા 62 રને હરાવી દીધુ છે. આ મેચમાં કેટલીક પળો યાદગાર બની ગઈ છે. જેમા પ્રથમ વાત કરીએ તો લાંબા સમયથી મોટો સ્કોર ન નોંધાવી રહેલો ઈશાન કિશન ફુલ ફોર્મમાં આવી ગયો છે. તેમણે શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકારી દીધા હતા અને શ્રીલંકાના બોલરની લાઈન લેન્થ વિખી નાખી હતી. તો બીજી તરફ શ્રેયસ અય્યરે પણ સૂર્ય કુમારની કમી પુરી કરતા શાનદાર બેટિંગ કરી હતી અને 56 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બાકીનું કામ ભારતીય બોલરોએ કર્યું અને શ્રીલંકાને સસ્તામાં આઉટ કરી મેચ જીતી લીધી.

જો કે આ મેચમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યો ઓલ રાઉન્ડર જાડેજા. જાડેજા લાંબા સમય બાદ ભારતીય ટીમમાં રમતા જોવા મળ્યો. તે ઈજાના કારણે મેચ રમી શક્યો ન હતો. પરંતુ ગઈ કાલે તેમને બેટિંગમાં તો વધુ બોલ રમવા મળ્યા ન હતા પરંતુ બોલિંગમાં તેણે ચંદીમલને આઉટ કરી શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે જાડેજાએ વિકેટ લીધી ત્યારે તેમણે પુષ્પા ઝુકેગા નહીં સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું અને ફેન્સનું દિલ જીતી લીધુ. હાલમાં જાડેજાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

મે ઝુકેગા નહીં…આ ડાયલોગ તાજેતરમાં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો છે. હવે આ ડાયલોગ સમગ્ર દેશમાં ખુબ ધૂમ મચાવી રહ્યો છે. હવે જાડેજાએ મેદાનની વચ્ચે આ ડાયલોગની નકલ કરતા ફેન્સ મોજમાં આવી ગયા હતા. એટલું જ નહીં સીએસકેએ પણ જાડેજાની તસવીર શેર કરી છે. નોંધનિય છે કે રવિન્દ્ર જાડેજાએ આ પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો જેમા તે અલ્લુ અર્જુનનો ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

હવે મેચની વાત કરીએ તો ભારતે પ્રથમ દાવમાં 199 રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. જેથી આ મેચ ભારતે 62 રને જીતી લીધી હતી. ભારત તરફથી ભુવનેશ્વર અને વેંકટેસ એય્યરે 2-2 વિકેટ લીધી હતી જ્યારે જાડેજા અને ચહલને 1-1 વિકેટ મળી હતી. તો બીજી તરફ ચહલ ટી 20માં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

YC