ખબર

142 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં કોઈ પણ દિગ્ગજ ના કરી શક્યું એવી કમાલ રવિન્દ્ર જાડેજાએ કરી, વાહ બાપુ વાહ- જાણો વિગત

ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે વિશાખાપટ્ટનમના મેદાનમાં રમાતી સિરીઝના ત્રીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લઇ અને ઘણાં દિગ્ગજ બોલરને પાછળ મૂકી દીધા હતા.દક્ષિણ આફ્રિકાના સલામી બોલર ડીન એલ્લારની વિકેટ લઇ જાડેજાએ 200 વિકેટ પાડવાનો ઇતિહાસ રચ્યો હતો.


જણાવી દઈએ કે, આ પહેલા આ ઇતિહાસ શ્રીલંકાના સ્પિનર રંગના હેરાથના નામે હતો. હેરાથે 47 મેચ રમી ઇતિહાસ રચ્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીએ આ ઇતિહાસ ફક્ત 44 મેચ રમી રચ્યો હતો. ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટ લઇ ઇતિહાસ રચ્યો હતો.
શ્રીલંકાના સ્પિનર રંગના હૈરાથ સિવાય ઑસ્ટ્રેલિયાના મિચેલ જોન્સે 49 મેચમાં 200 વિકેટ લીધી હતી.  આ સિવાય મિચેલ સ્ટોર્કએ 50 ટેસ્ટ મેચ અને વસીમ અક્રમે 51 ટેસ્ટ રમી અને 200 વિકેટ પોતાના નામે કરી હતી. પરંતુ બધાને પાછળ છોડતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ફક્ત 44 મેચમાં 200 વિકેટ લઇ ઇતિહાસ રચ્યો હતો.

નોંધનીય છે કે, ટેસ્ટ મેચમાં 200 વિકેટ લેવા વાળા ખેલાડીઓમાંથી રવિન્દ્ર જાડેજા 10માં ભારતીય ખેલાડી અને છઠ્ઠા નંબરના સ્પિનર છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાવાળા સૌથી ઝડપી ભારતીય બોલર આર.અશ્વિન છે જેમને સૌથી ઝડપી 37 ટેસ્ટ મેચમાં 200 વિકેટ લીધી હતી.

જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલા ટેસ્ટ મેચના ત્રણ દિવસ પુરા થઇ ચુક્યા છે. પહેલા ટોસ જીતી અને બેટિંગ કરતા ટિમ ઇન્ડિયાએ 7 વિકેટ અને 502 રન બનાવ્યા હતા તો બીજી તરફ આફ્રિકાએ હજુ સુધી 8 વિકેટ અને ફક્ત 385 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા હાલ ભારત કરતા 117 રન પાછળ ચાલી રહ્યું છે.

જાડેજાના બોલ પર આઉટ થયા પહેલા એલ્લાર તેના ટેસ્ટ કરીયરની 12મી સદી લગાવી હતી. 160 રન બાદએ જાડેજાના બોલ પર પૂજારાને કેચ દઈ બેઠા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.