રવિન્દ્ર જાડેજાનું ઘર જો અંદરથી જોઇ લીધુ તો કહેશો, કાસ મારી લાઇફ પણ આવી હોતી…
ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા દુનિયાના સૌથી સારા ઓલરાઉન્ડરોમાંના એક છે. જાડેજા ગેંદબાજી અને બલ્લેબાજી ઉપરાંત પોતાની તેજ ફીલ્ડિંગથી પણ મેચને પલટાવવા માટે જાણિતો છે. આ ઉપરાંત તે તેના શાહી જીવન માટે પણ તે ચર્ચામાં રહે છે. જયારે કોરોના સંક્રમણના કારણે બધા જ કામકાજ બંધ થઇ ગયા હતા ત્યારે સામાન્ય માણસ સાથે સેલેબ્રિટીઓ પણ પોતાના ઘરમાં જ કેદ હતા.
જયારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા ત્યારે રવિન્દ્ર જાડેજા પરિવાર ઉપરાંત પોતાના શાહી ફાર્મ હાઉસમાં પણ સમય વિતાવતો જોવા મળ્યો હતો. જેટલી શાનદાર રવિન્દ્ર જાડેજાની રમત અને સ્ટાઇલ છે તેટલું જ આલીશાન તેનો બંગલો છે.
રવિન્દ્ર જાડેજાનો આ બંગલો તેના વતન જામનગરમાં છે. જામનગરમાં રવિન્દ્ર જાડેજાની એક આગવી પ્રતિભા છે અને તેની આ પ્રતિભા જ તેના બંગલાની સુંદરતામાં વધારો કરે છે. રવિન્દ્ર જાડેજાનો આ આલીશાન બંગલો ચાર માળનો છે. જે જામનગરમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર છે. જાડેજા તેના આ બંગલાના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે.
રવિન્દ્ર જાડેજાના આ બંગલાનો દેખાવ કોઈ મહેલ કરતા જરા પણ કમ નથી, આ બંગલાની અંદર વિશાળ દરવાજા અને જુના તેમજ કિંમતી ફર્નિચર જોવા મળે છે. જાડેજાના આ બંગલાની અંદરની સજાવટ પણ જોવા લાયક છે. જાડેજાના ઘરમાં એકથી એક શાનદાર અને મોંઘા શો પીસ તેમજ ઝૂમર લાગેલા છે.
રવિન્દ્ર જાડેજાના લિવિંગ રૂમમાં એક આલીશાન સોફો લાગેલો છે. જાડેજા પોતાના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરતો રહે છે. જાડેજા પોતાના આ આલીશાન ઘરની અંદર પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. આ ઉપરાંત જાડેજાનું જામનગરમાં એક ફાર્મ હાઉસ પણ છે. જેને જે “જ્ડ્ડુ ફાર્મ હાઉસ” તરીકે ઓળખાય છે.
જાડેજાએ લોકડાઉનના સમયમાં પણ ઘણો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવ્યો હતો. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ તેને શેર કર્યા હતા.