મુંબઈ સામેની મેચમાં જીતનો હીરો રહેલા ધોનીના પગમાં પડી ગયો રવિન્દ્ર જાડેજા, કોમેન્ટેટરે કહ્યું, “સિંહ ઘરડો થયો છે, પણ શિકાર કરવાનું નથી ભુલ્યો !”

દુનિયાના બેસ્ટ ફિનિશરોમાં મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી કરવામાં આવે છે, ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી તો ધોનીએ સન્યાસ લઇ લીધો છે, પરંતુ IPLમાં ધોનીને રમતો જોઈને ચાહકો હજુ પણ તેના દીવાના છે, ધોનીના ચાહકો આખી દુનિયામાં ફેલાયેલા છે અને ગ્રેટ ફિનિશર તરીકેની તેની એક ઝલક ગઈકાલની મેચમાં જોવા મળી.

IPL 2022 ચેન્નાઇ અને મુંબઈની ટીમ માટે એટલું સારું નથી રહ્યું. આ બંને ટીમોને આઇપીએલની પ્રમુખ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ સીઝન શરૂ થવાની સાથે જ આ બંને ટીમો સતત હારતી જોવા મળી. મુંબઈની ટીમ તેની 7 મેચમાંથી હજુ એકપણ મેચ નથી જીતી શક્યું. ત્યાં ચેન્નાઇ સુપર કિંગ્સ સાતમાંથી બે મેચ જીતી ગયું છે.

ત્યારે ગઈકાલના મુકાબલામાં ચેન્નાઇ અને મુંબઈની ટીમ સામસામે જોવા મળી. આ મેચ પણ ખુબ જ રોમાંચક રહી. જેમાં ચેન્નાઇની ટીમે મુંબઈને હરાવી દીધું, અને આ ચેન્નાઇની આ જીતનો હીરો રહ્યો મહેન્દ્ર સિંહ ધોની. ધોનીએ છેલ્લા બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે જ ચોક્કો મારીને મેચ જીતાડી દીધી.

ત્યારે મેચ જીતીને ધોની જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેને નમીને સલામ કરી હતી. CSKના કેપ્ટને ધોનીનો એક રીતે મેચ પુરો કરવા બદલ આભાર માન્યો હતો. આ ઉપરાંત ટીમના સિનિયર બેટ્સમેન અંબાતી રાયડુ પણ આ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ધોની સાથે હાથ મિલાવતા પહેલા તેણે હાથ જોડીને બતાવ્યું કે તે તેની ક્ષમતાને સલામ કરે છે. CSKના બાકીના ખેલાડીઓ પણ એમએસ ધોનીની રમતથી ખૂબ પ્રભાવિત થયા હતા. CSKના સપોર્ટ સ્ટાફના એક સભ્યએ પણ તેમને સલામ કરી હતી.

દર્શકો અને સાથી ખેલાડીઓ ઉપરાંત કોમેન્ટેટરે પણ માહીના વખાણ કર્યા હતા, ધોનીને શાનદાર અંદાજમાં બેટિંગ કરતા જોઈને કોમેન્ટેટરોએ કહ્યું કે, “શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ !” ધોની દુનિયાના ગ્રેટ ફિનીશરમાંથી એક માનવામાં આવે છે અને ગઈકાલની મેચમાં તેમને આ વાત સાબિત પણ કરી આપી.

CSKને છેલ્લી ત્રણ ઓવરમાં 42 રનની જરૂર હતી. ડ્વેન પ્રિટોરિયસએ 18મી ઓવરમાં સિક્સ ફટકારી અને ધોનીએ ચોગ્ગો ફટકારીને 14 રન ઉમેર્યા. CSKએ 19મી ઓવરમાં 11 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં છ બોલમાં 17 રન બનાવવાના હતા, જેમાં પ્રિટોરિયસ પ્રથમ બોલ પર ઉનડકટના હાથે લેગ બિફોર આઉટ થયો હતો. બીજા બોલ પર બ્રાવોએ એક રન બનાવ્યો અને ધોનીએ સાઈટ સ્ક્રીન તરફ સિક્સર ફટકારી અને પછી શોર્ટ ફાઈન લેગ પર ફોર ફટકારી. પાંચમા બોલમાં બે રન અને છેલ્લા બોલમાં ચાર રન બનાવવાના હતા. ધોનીએ આરામથી ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

Niraj Patel