સાઉથ એક્ટ્રેસ મહાલક્ષ્મીએ હેન્ડસમ પતિ રવિન્દ્રને કરી દીધી કિસ, તસવીરો આંખો ફાડી ફાડીને જોવા માંડશો

નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેખરન અને અભિનેત્રી મહાલક્ષ્મી આ દિવસોમાં તેમનું નવું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે. 1 ઓક્ટોબરના રોજ આ કપલના લગ્નને એક મહિનો થયો છે અને તે બાદ બંને મંદિરમાં ભગવાનનો આભાર માનવા ગયા હતા. આ વચ્ચે કપલની એક તસવીર સામે આવી છે, જેમાં બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર ચંદ્રશેખરને પત્ની મહાલક્ષ્મી સાથેનો એક રોમેન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને જોયા બાદ લોકો મજા લેતા જોવા મળી રહ્યા છે.

કેટલાક યુઝર્સે આ રીતના શો ઓફથી બચવા માટેની સલાહ આપી છે અને અભિનેત્રીની કેર કરવા કહ્યુ છે. ત્યાં કેટલાક નિર્માતા અને અભિનેત્રીના સંબંધને ફેમ અને પૈસા જણાવી રહ્યા છે. તસવીરમાં મહાલક્ષ્મી તેના પતિ રવિન્દ્ર ચંદ્રશેખરનને ગાલ પર કિલ કરતી જોવા મળી રહી છે અને આ તસવીર શેર કરતા રવિન્દ્રએ કેપ્શનમાં ધરતી પર સ્વર્ગ લખ્યુ છે. ત્યાં સાઉથના બંને સેલેબ્સની તસવીર જોઇ એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- હું અહીં કેટલીક કમેન્ટ જોઇ હેરાન છું.

આનાથી ખબર પડે છે કે આપણે કઇ પુરુષવાદી દુનિયામાં રહીએ છીએ. જ્યારે એક મહિલા કોઇ પુરુષ સાથે લગ્ન કરે છે તો તેના ચરિત્ર વિશે ઘણુ કહેવામાં આવે છે. જો કે, જ્યારે કોઇ એવા પાર્ટનર સાથે લગ્ન કરે છે કે જે દેખાવમાં સારો માનવામાં આવતો નથી તો તે પુરુષના દયાળુ હોવા માટે પ્રશંસા કરે છે. આવો છે આ સમાજ…મારો મતલબ છે કે મને સમજ નથી આવતુ કે બધા બીજાના વૈવાહિક જીવનમાં આટલી દિલચસ્પી કેમ રાખે છે. બે લોકોએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંને પ્રેમમાં છે,

તો સમસ્યા શું છે ? સીરિયસલી ગ્રો અપ પીપલ.(Seriously grow up people!’) રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી પર પણ લોકો સવાલ ઉઠાવે છે. જો કે, કેટલાક લોકો તેમના સપોર્ટમાં પણ બોલે છે. આજ કાલ મહાલક્ષ્મી અને રવિન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને લગ્ન બાદથી કપલ ઇન્સ્ટાગ્રામ પર લગભગ દરરોજ પોસ્ટ શેર કરે છે. એક મહિનો પૂરો થતા જ રવિન્દ્રએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં બંને વરમાળા પહેરેલા જોવા મળ્યા હતા.

નિર્માતાએ લખ્યુ- આ એક ઓળખ નથી, આ તેનું સપનું છે અને તેનું જીવન છે, જ્યારે મેં ટ્રાય કર્યુ તો તેણે સ્વીકાર્યુ. તેનો મતલબ બંનેના લગ્ન અને મંગળસૂત્રથી છે. આ ઉપરાંત એક તસવીરમાં બંને મિડનાઇટ દરમિયાન બિરિયાની સાથે ખાતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યુ- Purattasi બાદ અડધી રાતની બિરિયાની સૌથી સારી ફીલિંગ હતી. ધન્યવાદ પ્રેમ, થેંક્સ લવ રવિન્દ્ર ચંદ્રશેખરન, મારા સાથે સામેલ થવા માટે…

Shah Jina