ખેલ જગત

શું વિરાટ કોહલી-રોહિતની પત્ની વચ્ચે બધું ઠીક છે? કોચ શાસ્ત્રીએ આપ્યો રસપ્રદ જવાબ

વેસ્ટ ઇન્ડિઝ જતા પહેલા ટિમ ઇન્ડિયાના કેપટન વિરાટ કોહલીને પ્રેસ કોન્ફરન્સમાં સવાલોનો સામનો કરવો પડ્યો હતો.આ કોન્ફરન્સમાં  ટિમ ઇન્ડિયાના  કોચ રવિશાસ્ત્રીએ કેપ્ટ્ન  વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટ્ન રોહિત શર્માના વચ્ચે વિવાદ સંબંધિત સવાલના જવાબ આપ્યા હતા.

Image Source

સાથે જ તેની પત્નીઓના સંબંધને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. ત્યારે રવિશાસ્ત્રીએ મજેદાર જવાબ આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી.

વેસ્ટઇન્ડિઝના  પ્રવાસે જતા પહેલા મુંબઇમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટ્નને રોહિત શર્માને અનુષ્કા શર્માએ ઇન્સ્ટગ્રામ પર અનફોલો ને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે અનુષ્કાની પોસ્ટને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો.સાથે જ એક પત્રકારે વિરાટ ખોલીને પ્રશ્ન કર્યો હતો કે, ક્રિકેટરોની પત્ની વચ્ચે ઝઘડો છે ?

Image Source

આમ તો આ સવાલ વિરાટ કોહલીને પૂછવામાં આવ્યો હતો. પરંતુ રવિ શાસ્ત્રીએ જવાબ આપ્યો હતો કે, તમે  જલ્દી જ ક્રિકેટરોની પત્નીને બેટિંગ અને બોલિંગ કરતા જોઈ શકશો.’ ત્યારે તમે મારી પાસે બીજું શું ઈચ્છા રાખો છો ? આ જવાબ સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ હસવા લાગ્યા હતા.

કોચ રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, ડ્રેસિંગ રૂમમાં કોઈ પણ પ્રકારની નોનસેન્સ પસંદ નથી કરતા જે રીતે ટિમ રમી રહી છે. તે પરથી લાગે છે કે કોઈ ર્ટિમથી મોટું નથી.ના હું ના તમે ના. વધુમાં  તેને કહ્યું હતું કે, મારા હોવાથી ડ્રેસિંગ રૂમમાં કોઈ જ બદતમીઝી ના થઇ શકે.’

વધુમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતનું સારું પ્રદર્શન કર્યું છે. ત્યાં સુધી કે ભારતે 2019ના વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડનુઈ સામે સેમિફાઇનલના એ 30 મિનિટમાં ઘણું શીખ્યું છે.

જણાવી દઈએ કે, વિરાટ અને રોહિતની પત્ની વચ્ચે  અણબનાવની ખબરો સામે  આવી હતી. વર્લ્ડ કપ દરમિયાન પણ બન્ને ઘણી દૂર બેસેલી જોવા મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks