કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર અને માણસ ભલે આખી દુનિયા ફરી લે પણ અંતે તો તે તેના ગામ તરફ તેના ઘર તરફ રૂખ કરે છે. લગભગ દેશનો દરેક ખૂણો ફરી ચૂકેલા રવિની સાથે પણ આવું જ થયું, તે ફિલ્મ મેકિંગમાં ઘણા પૈસા કમાવવા છતાં, અને પોતાના પરિવારના વિરોધ છતાં પોતાના ગામ આવીને ખેતી-વાડી કરવાનો નિર્ણય લીધો હતો અને હવે પાંચ વર્ષની અંદર જ તેઓ ફૂલ અને શાકભાજીની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા કમાઈ લે છે.

હિમાચલના ચાયલ વિસ્તારના એક નાના ગામ બાંજનીના રહેવાસી રવિ શર્માને ખેતી-વાડીનો કોઈ જ અનુભવ ન હોવા છતાં પાંચ વર્ષોમાં એક સફળ ખેડૂત તરીકે ઓળખ બનાવી છે. તેઓ જણાવે છે કે જયારે તેઓ ગામમાં રહીને અભ્યાસ કરતા હતા ત્યારે તેમને ખેતી-વાડી સાથે કોઈ લગાવ ન હતો, પણ ત્યારે તેઓ દિલ્હી-મુંબઈ જેવા શહેરમાં જઈને કામ કરવા માંગતા હતા. પણ જયારે ગામની બહાર નીકળયા ત્યારે ગામની માટીનું મહત્વ સમજાયું. અને પરિવારની ના હોવા છતાં સારી એવી નોકરી છોડીને ખેતી-વાડી કરવાનો નિર્ણય કર્યો અને પાંચ વર્ષની સખત મહેનતના અંતે તેઓ આખા વિસ્તારમાં અને હિમાચલમાં સફળ ખેડૂતમાંના એક બની ગયા છે.

રવિ શર્માએ હાલમાં જ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને તેમનું કહેવું છે કે આનાથી તેમનો ખર્ચો ઓછો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે. જેનાથી પહેલા જ વર્ષે તેમને 10 ગણો ઓછો ખર્ચો થયો અને નફો બે ગણો થઇ ગયો. તેમના વિસ્તારમાં પાણીની અછત હોવાના કારણે પણ આ વિધિથી ખેતી કરવાનો વિચાર આવ્યો. રવિ જણાવે છે કે દિલ્હીમાં નોકરી કરીને તેઓ થાકી ગયા અને પછી ઘરે આવીને પોતાની વર્ષોથી ખાલી પડેલી જમીન પર ખેતી કરવા માંગતા હતા, પણ તેઓ ઘરના લોકોના વિરોધને કારણે એવું કરી શકતા ન હતા. પછી અચાનક પોતાની નોકરી છોડીને તેઓએ ઘરે આવીને સૌથી પહેલા શાકભાજીની ખેતી કરવાનું શરુ કર્યું.

રવીના પરિવારમાં આ પહેલા કોઈએ ખેતી ન કરી હતી, એટલે તે યુટ્યુબમાં વિડીયો જોઈને અને વિશેષજ્ઞો પાસેથી જાણકારી લઈને શિમલા મિર્ચ અને ટામેટાની ખેતી કરી અને તેનાથી પહેલા વર્ષે કુલ 60 હજાર રૂપિયા આવક થઇ. આ પછી તેમને આ વિસ્તારમાં થતા ફૂલોની ખેતી વિશે વિશેષજ્ઞો પાસેથી જાણકારી લીધી અને પોલી હાઉસમાં ફૂલોની ખેતી શરુ કરી. શરૂઆતમાં તેમને નુકશાન ઉઠાવવું પડ્યું પણ તેમને હાર ન માની અને હવે તેઓ ખેતી કરીને વર્ષે લગભગ 10 લાખ રૂપિયા કમાઈ લે છે.

રવિ પાસેથી પ્રેરણા લઈને તેમના નાના ભાઈએ પણ એક ખાનગી યુનિવર્સીટીની નોકરી છોડી અને ભાઈનો સાથ નિભાવવાનો નિર્ણય કર્યો. રવિ હવે ખેતીમાં પ્રાકૃતિક વિધિ અનુસાર, ઘરે તૈયાર થતા જીવામૃત, ઘંજીવામ્રિત, સપ્તધન્યાંકુર, દાસપરિણી અર્ક, અગ્નિસ્ત્ર વગેરેનો પ્રયોગ શરુ કર્યો છે. જેનાથી સારા પરિણામો દેખાઈ રહયા છે. રવિ અનુસાર, સતત રસાયણોના પ્રયોગને કારણે માટી કઠોર થઇ ગઈ હતી અને તેની ફળદ્રુપતા પણ ઓછી થઇ ગઈ હતી. જેથી આ પદ્ધતિથી સારા પરિણામો મળી રહયા છે, અને માટીની ગુણવત્તા સુધરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.