ખબર

ધોધમાર વરસાદમાં બાળકોને રડતા જોઈને આ દિલદાર અભિનેતાએ ગાડીમાંથી ઉતરીને કરી મદદ, આને કહેવાય સાચો હીરો- જુઓ બધી જ તસવીરો

ભોજપુરી સિનેમા સુપરસ્ટાર અને બીજેપીના ગોરખપુરના સાંસદ રવિ કિશને તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. રવિ કિશન વરસાદમાં પલળી રહેલા બાળકોની મદદ કરીને ચર્ચામાં આવ્યા છે.


ભોજપુરી અભીનેતા અને સાંસદ રવિ કિશન બાળકોનું મદદ કરતા નજરે આવ્યા છે. રવિ કિશને આ ફોટો શેર કરતા એક પોસ્ટ પણ લખી છે. રવિ કિશનનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Image Source

રવિ કિશને ફોટો શેર કરી લખ્યું હતું કે, આજે ઘરેથી સંસદ જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં દવારક સેક્ટર આઠમાં આવેલી ક્રિન્સ વેલી સ્કૂલના બાળકોનો શોલબકોર સાંભળવા મળ્યો હતો. બહાર નીકળીને જોયું તો સ્કૂલના બાળકોનું સ્કૂલ વાહન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેને જોઈને હું ખુદને રોકી ના શક્યો અને બહાર નીકળીને બીજી ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી.

Image Source

આ સમય દરમિયાન નાના ભૂલકાઓ પલાળી ગયા હતા. ત્યારે આ બાળકોને સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા હતા. આ સમયે બાળકો બહુ ગભરાયેલા હતા. બાળકો જોર-જોરથી રડવા લાગ્યા હતા. બાળકોને વારંવાર દિલાસો આપ્યો હતો. મહાદેવની કૃપાથી બધા બાળકો સુરક્ષિત હતા.

Image Source

જણાવી દઈએ કે, રવિ કીશનનો બાળકો પ્રત્યેનો પ્રેમ પહેલી વાર જોવા નથી મળ્યો. આ પહેલા તેના જન્મદિવસે પણ દિલ્લીમાં તિમારપુરમાં ગરીબ બાળકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks