ટીવી જગતની કવિન કહેવાતી એકતા કપૂરનો દીકરો રવિ કપૂર આજના દિવસે એટલે કે 27 જાન્યુઆરીના રોજ એક વર્ષનો થઇ ચુક્યો છે. એકતા કપૂરે આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે ધામધૂમથી દીકરાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ ખાસ મૌકા માટે ગઈ કાલના દિવસે એટલે કે રવિવારે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી અંધેરી વિસ્તારના એક ક્લબમાં રાખવામાં આવી હતી. એવામાં પહેલી વાર એકતા કપૂર પોતાના દીકરા સાથે મીડિયા સામે રૂબરૂ થઇ હતી.

પાર્ટીમાં એકતા કપૂર દીકરાને ખોળામાં ઊંચકીને પહોંચી હતી. આ દરમિયાન પહેલી વાર મીડિયાની સામે આવવાથી રવિ કપૂર થોડો ચિંતિત દેખાઈ રહ્યો હતો.

આ ભવ્ય પાર્ટીમાં ટીવી જગત અને ફિલ્મી જગતના ઘણા દિગ્ગ્જ સિતારાઓ પોતાના બાળકો સાથે ખાસ અંદાજમાં આવી પહોંચ્યા હતા. આ સીતારાઓની હાજરીથી પાર્ટીની રોનક અનેક ગણી વધી ગઈ હતી.

એકતાએ પોતાના દીકરાને ક્યૂટ સૂટ પહેરાવ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. મીડિયાની સામે આવતા જ એકતાએ દીકરા રવિને કેમેરામેન્સને ‘હાઈ’ બોલવા માટેનું કહ્યું હતું.

આવું પહેલી આર બન્યું છે કે એકતાએ રવિ કપૂરને મીડિયાની સામે આવી રીતે રૂબરૂ કરાવ્યો હોય. આ સિવાય એકતાના કહેવા પર રવિએ ત્યાં રહેલા લોકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.

આ ભવ્ય પાર્ટીમાં તુષાર કપૂર પણ પોતાના દીકરા લક્ષ્ય કપૂર સાથે આવી પહોંચ્યા હતા. બંન્નેએ કેમેરાની સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.

પાર્ટીમાં એકતા કપૂરના પિતા જીતેન્દ્રએ પણ ખાસ અંદાજમાં પોઝ આપ્યા હતા. એકતાએ કેક કટિંગનો વિડીયો પણ શેર કર્યો હતો અને લખ્યું કે,”લક્ષ્યના નાના ભાઈ માટે જન્મદિવસના એક દિવસ પહેલા પાર્ટી રાખવામાં આવેલી છે, તમારા બધાનો ખુબ ખુબ આભાર’. એકતાએ મીડિયાના લોકોને પણ કેક અને મીઠાઈઓ વહેંચી હતી.

પાર્ટીમાં અભિનેત્રી એશા દેઓલ દીકરી રાધ્યા સાથે આવી પહોંચી હતી. એશાએ કૈજ્યુઅલ ટોપ અને જીન્સ પહેરી રાખ્યું હતી જ્યારે રાધ્યા ફ્રોકમાં ખુબ જ ક્યૂટ લાગી રહી હતી.

અભિનેતા રિતેશ દેશમુખ અને જેનિલિયા પોતાના બંન્ને દિકરાઓ સાથે આવ્યા હતા. બંન્ને બાળકો તસ્વીરોમાં નમસ્તે કરતા દેખાઈ રહ્યા છે.

અમુક સમય પેહલા જ માતા પિતા બનેલા અભિનેતા કરન પટેલ અને અંકિતા ભાર્ગવ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા, પણ દીકરી મહેર તેઓની સાથે જોવા મળી ન હતી.

અક્ષય કુમારની દીકરી નિતારા, અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા દીકરા અહીલ સાથે, અભિનેત્રી માહી ગિલ, કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની, અભિનેતા શબ્બીર આહુવાલિયા પત્ની અને બાળકો સાથે પાર્ટીમાં આવ્યા હતા.

અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર પણ ખાસ અંદાજમાં પાર્ટીમાં આવી પહોંચી હતી. સફેદ ડ્રેસમા દિવ્યા ખુબ જ સુંદર લાગી રહી હતી.

એકતાની ખાસ મિત્ર સાક્ષી તંવર, ક્રિસ્ટલ ડિસુઝા, એરિકા ફર્નાડીઝે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં બધા સિતારાઓએ ખુબ મસ્તી કરી હતી.

અભિનેત્રી સુરવીન ચાવલાએ આગળના વર્ષે જ દીકરીને જન્મ આપ્યો હતો. સુરવીન અને દીકરી ઈવા પણ આ પાર્ટીનો હિસ્સો બન્યા હતા.

પાર્ટી પુરી થયા પછી એકતાએ મિત્રો સાથે ખુબ મસ્તી કરી હતી. જેના વિડીયો અને તસ્વીરો પણ એકતાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા.

જુઓ એકતા કપૂરનો કેક કટિંગ કરતો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ